હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે. જૂનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડું સક્રિય થશે એવી આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં વાવાઝોડું સક્રિય થશે એવું અંબાલાલનું અનુમાન છે.
તો સાથે જ વરસાદને લઈ અંબાલાલે વાત કરી કે વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. ભારે પવન અને વંટોળ ફૂંકાવાની પણ શક્યતા સેવવામાં આવી રહી છે. 40 થી 45 કિ.મીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે.
આ સાથે જ હવામાન વિભાગ દ્વારા સોમવારે આગાહી કરવામાં આવી તેમાં ગરમીથી રાહત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી, જોકે, ભેજનું પ્રમાણ વધવાથી બફારો વધશે જેના કારણે અકળામણ વધી શકે છે. તાપમાન ઘટવાની સાથે ભેજનું પ્રમાણ વધવાથી પરસેવે રેબઝેબ થઈ શકો છો.
સૌથી મોટી ઉથલપાથલ થઈ ગઈ, અદાણીએ એક દિવસમાં 5 અબજપતિઓને પાછળ છોડ્યાં, ટોપમાં ધમાકેદાર વાપસી
મુકેશ અંબાણીના 100 વર્ષ જૂના પૈતૃક ઘરની કેમ અચાનક ચર્ચા થવા લાગી? કારણ જાણીને ચોંકી જશો
આ RBI ગવર્નરે આપ્યો હતો 10000ની નોટનો આઈડિયા, તમે બધા એને ઓળખો છો! છતાં બજારમાં આવી શકી નથી
આ સાથે અમદાવાદ માટે આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. શહેરમાં હાલ તાપમાન 42-43 ડિગ્રીની આસપાસ રહે છે, જેમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.