નેહા ભટ્ટનું નામ હવે અમદાવાદમાં કોઈથી છૂપુ નથી. મૂળ માહુવાના સામાન્ય પરિવારની આ દીકરી છે. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તેણે 12 ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો. PTCનો કોર્સ કરી જયારે શાળામાં નોકરી મેળવી તો તેને થયું કે હવે ગરીબીથી આંશિક રાહત મળશે. ભાડાના નાના ઘરને બદલે તેણે પોતાનું ઘર લેવાનું નક્કી કર્યું. અને બેન્ક લોન માટે એપ્લાય કર્યું. પણ કદાચ વિધાતાને આ મંજુર ન હતું. બેન્ક લોન માટે મહુવાની ખાનગી બેન્કમાંથી નેહાને કોલ આવ્યો અને તે અમદાવાદથી મહુવા જવા નીકળી હતી. બગોદરા પાસે તેની ST બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ અને હવે રીવરફ્રન્ટ પર ચાની લારી ચલાવી ગુજરાન ચલાવે છે. પરંતુ અમદાવાદમાં જાણે માણસાઈ મરી ગઈ હોય એ રીતે AMC વાળા આ દીકરીને હેરાન કરી રહ્યા છે.
આ વીડિયો જોઈને તમને પણ ખ્યાલ આવી જશે કે AMC કેવા કેવા લોકોને હેરાન કરી રહ્યા છે. વીડિયોમાં સાંભળી શકાય છે કે દીકરી નેહા કહે છે કે તમે વિકલાંગ દીકરીને હેરાન કરો છો, પ્રેમથી તમે કહ્યું હોત કે બેન આજે સીએમ સાહેબ આવે છે, તો હુ જતી રહેત ને. હું પણ માણસ છું, હુ પણ રિસ્પેક્ટ કરું છું, હું કોઈનું ખરાબ નથી કરતી. આટલી બધી લારીઓ ચાલે છે, એ કોઈને નથી હટાવતા, પરંતુ રોજ મને હેરાન કરો છો. પ્રેમથી કહ્યુ હોત કે બેન સાહેબ આવે છે, આજે નહિ તો કાલે આવી જાત તો વાંધો નહિ.
રેકોર્ડિંગ છે મારી પાસે. પૈસા ખાઈ ખાઈને આ લોકો લારીઓ ઉભી રાખે છે. એમનો માણસ શું કહીને ગયો, કાલે લારી ઉભી ન રાખતા, એએમસી વાળા આવવાના છે. આજે એક પણ લારી નથી આવી. તમે આ જ પોલીસ સ્ટેશનમાં હોવ તો જોજો રોજ અહી લારી ઉભી રહે છે, હુ ખોટી નથી. સાબિતી વગર નથી, પગ નથી એવી દીકરીને હેરાન કરો છો, બેટી બચાવો, બેટી પઢાવો અભિયાન નથી ચાલતું. હું કંઈ કચરો છું અહીંનો, કે મને નાંખો ગાડીમાં, મારા માબાપ સાથે બેસું છું અહીં, ગરીબ છું એટલે મહેનત કરું છું, ચોરી નથી કરતી. કોઈને મારતી નથી, ભીખ નથી માંગતી…
અહીં જુઓ આખો વીડિયો…
અકસ્માત માં પગ કપાયા બાદ રીવરફ્રન્ટ પર ચા વેચવા મજબૂર બનેલી યુવતી નેહા ભટ્ટ નો ટી સ્ટોલ દૂર કરવાની પોલીસે કવાયત હાથ ધરતા યુવતી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.@Bhupendrapbjp @sanghaviharsh @AmdavadAMC pic.twitter.com/vFV1W6R6Ov
— Janak Dave (@dave_janak) March 28, 2023
ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં પગ કપાયા બાદ અમદાવાદ રીવરફ્રન્ટ પર ચા વેચવા મજબૂર બનેલી યુવતી નેહા ભટ્ટ હાલ સોશિયલ મીડિયા પર છવાયા છે.
ભડકે બળ્યો ભાવ! પેટ્રોલ 109 રૂપિયાને અને ડીઝલ 95ની પાર, જાણો કેમ થયો ઈંધણના ભાવમાં અચાનક મોટો વધારો
ન માત્ર અમદાવાદીઓ, પરંતુ આખા ગુજરાતના લોકોએ આ યુવતીને અને તેની હિંમતને ખૂબ જ બિરદાવી રહ્યા છે, જો કે હવે આ વીડિયો સામે આવ્યા બાદ લોકો અમદાવાદના તંત્ર પર રોષે ભરાયા છે.