લગ્નમાં જઈ રહેલો આખો પરીવાર મોતને ભેટ્યો, માત્ર દોઢ વર્ષના બાળક સહિત 11 લોકોનાં દર્દનાક મોત, અકસ્માતે બઘું છીનવી લીધું

Lok Patrika Desk
By Lok Patrika Desk
accident
Share this Article

છત્તીસગઢમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. અહીંના બાલોદમાં બોલેરો કાર ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર 11 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 એક જ પરિવારના હતા. મૃત્યુ પામેલાઓમાં દોઢ વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો લગ્નમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

કાંકેર નેશનલ હાઈવે પર જાગત્રા પાસે આ અકસ્માત થયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે લગ્નમાં હાજરી આપવા માટે બોલેરોમાં સવાર પરિવાર ધમતરીના સોરમ ગામથી મારકટોલા જઈ રહ્યો હતો. પરંતુ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓમાં બે બાળકો અને 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે બની હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ તમામ લોકો લગ્નમાં હાજરી આપવા માટે માર્કટોલા જઈ રહ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એકે હોસ્પિટલમાં જતી વખતે જીવ ગુમાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

accident

બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું, “હમણાં જ જાણ કરવામાં આવી છે કે બાલોદના પુરુર અને ચારમા વચ્ચે બાલોદગાહાન નજીક લગ્ન સમારોહમાં જઈ રહેલી બોલેરો અને ટ્રક વચ્ચેની અથડામણમાં 10 લોકોના મોત થયા છે અને બાળકીની હાલત ગંભીર છે.” ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે અને તેમના પરિવારજનોને હિંમત આપે. હું ઘાયલ છોકરીના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

અરે વાહ! આ બેંકે મજા કરાવી દીધી, FD પર સીધું 9% વ્યાજ આપશે, તમને આટલું ક્યાંય નહીં મળે

ભારતમાં પ્રથમ વખત આવું બન્યું! 78 વર-કન્યાને નસીબ ખુલી ગયું, 750 ચોરસ ફૂટનો મોંઘોદાટ પ્લોટ દાનમાં મળ્યો

આંબાના ઝાડમાંથી ટપ ટપ ટપકી કડકડતી મોટી મોટી નોટો… IT Raidમાં ખરી પડ્યાં કરોડ રૂપિયા, જોનારા દંગ રહી ગયાં

આ લોકો અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા

કેશવ સાહુ (34), ડોમેશ ધ્રુવ (19), તોમિન સાહુ (33), સંધ્યા સાહુ (24), રામા સાહુ (20), શૈલેન્દ્ર સાહુ (22), લક્ષ્મી સાહુ (45), ધરમરાજ સાહુ (55), ઉષા સાહુ (52), યોગાંશ સાહુ (3), ઇશાન સાહુ દોઢ વર્ષ.


Share this Article