દરેક કામ કરનાર વ્યક્તિ એપ્રિલ-મેમાં પગાર વધારા અને પ્રોત્સાહનની આતુરતાથી રાહ જુએ છે. પગાર વધારવાની સાથે, ઘણી કંપનીઓ કર્મચારીઓને મજબૂત પ્રદર્શન પ્રોત્સાહન આપે છે. દુબઈમાં એક ભારતીયે તેની કંપનીના કર્મચારીઓને 30 કરોડ રૂપિયાનું ઈનામ આપ્યું છે. ખાસ વાત એ છે કે આ રકમ ઇન્ક્રીમેન્ટ કે ઇન્સેન્ટિવ નથી પરંતુ કંપનીએ તેની 25મી વર્ષગાંઠના અવસર પર કર્મચારીઓ પર ખર્ચ કર્યો છે.
સૌથી રસપ્રદ વાત એ છે કે કર્મચારીઓ સિવાય કંપનીએ તેમના માતા-પિતા, જીવનસાથી અને બાળકો માટે 30 કરોડની રકમ સાથે “સિલ્વર જ્યુબિલી ગિફ્ટ”ની જાહેરાત કરી છે. ચાલો જાણીએ કોણ છે આ ભારતીય, જેણે પોતાની કંપનીની એનિવર્સરી પર કર્મચારીઓની સાથે પોતાના આખા પરિવારને ખુશ કર્યા છે.
Aries ગ્રુપ ઓફ કંપનીઝનું મુખ્ય મથક શારજાહ, સંયુક્ત આરબ અમીરાતમાં છે. કંપનીના સીઈઓ સોહન રોયે તેના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે 300 મિલિયન (રૂ. 30 કરોડ)ના ઈનામની જાહેરાત કરીને કંપનીની 25મી વર્ષગાંઠની અલગ રીતે ઉજવણી કરી હતી. મરીન એન્જિનિયર બનેલા બિઝનેસમેન અને ફિલ્મ નિર્માતા સોહન રોયે કહ્યું, “અમારી કંપની 25 વર્ષ પૂર્ણ કરી રહી છે. આ પ્રસંગે, અમે અમારા કર્મચારીઓ અને તેમના પરિવારોની પ્રતિબદ્ધતા અને કાર્યક્ષમતા માટે આભારી છીએ જેમણે અમને ટેકો આપ્યો છે.”
‘આ ભેટ કૃતજ્ઞતા દર્શાવવાની એક રીત છે’
ગલ્ફ ન્યૂઝ અનુસાર, અબજોપતિ બિઝનેસમેન સોહન રોયે કહ્યું કે, “અમારા કર્મચારીઓ કંપની માટે જે કામ કરી રહ્યા છે તેના માટે તેમનો આભાર માનવાની આ અમારી રીત છે.”
કોણ છે સોહન રોય?
સોહન રોય એરીઝ ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક, ચેરમેન અને સીઈઓ છે. તેણે મરીન એન્જિનિયર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને 1998માં એરિઝ મરીન એન્ડ એન્જિનિયરિંગ સર્વિસ શરૂ કરી. સોહન રોયે ફિલ્મ DAM999નું દિગ્દર્શન પણ કર્યું છે અને Arise Groupએ મલયાલમ સુપરસ્ટાર મોહનલાલના વિસ્મયના મેક્સ સ્ટુડિયો કોમ્પ્લેક્સને કબજે કર્યું છે.
International Standards Tyres: હાઇવે પર કાર ચલાવનારાઓની બલ્લે-બલ્લે! નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત
સોહન રોયનું એરીઝ ગ્રુપ શિપ ડિઝાઇન કન્સલ્ટન્સી છે. તેમની પેઢીમાં 2200થી વધુ લોકો કામ કરે છે. કંપનીનો બિઝનેસ 25 દેશોમાં છે. ફોર્બ્સ અનુસાર, Aries Group of Companies એ 56 કંપનીઓનું કન્સોર્ટિયમ છે. ફોર્બ્સે સોહન રોયને 2015 થી 2019 સુધી સતત ચાર વખત વિશ્વના અબજોપતિ ભારતીય લીડરની યાદીમાં સ્થાન આપ્યું હતું.