આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, ગુજરાત સરકારનું આ બજેટ વિઝન વગરનું, દિશાહિન અન દ્રષ્ટિવગરનું બજેટ છે. ભાજપે એવું કહેલું કે 2022માં ખેડૂતોની આવક વધી જશે પરંતુ જાવક ડબલ થઈ છે.માછીમારો, પશુપાલકો, ખેડૂતો,સહકાર માટે આ બજેટમાં ખાસ જોગવાઈ નથી. ખેડૂતોને જે બજેટ ફાળવણી કરવામાં આવી છે તેમાં પશુપાલન, માછીમારો બધાને આવરી લેવામાં આવેલ છે, જેના લીધે એકંદરે ખેડૂતોના બજેટમાં ઘટાડો નોંધાયો છે. સૂર્યોદય યોજનાનું પણ વિઝન નથી. બજેટ રજૂ થયા બાદ હવે દરેક વસ્તુમાં ભાવ વધારો કરવામાં આવશે જેનાથી મોંઘવારીમાં વધારો થશે. આ બજેટમાં ખેડૂતો માટે યોજનાઓ નથી, યુવાનો માટે યોજનાઓ નથી અને સરકારી નોકરીની પણ ખાસ કોઈ જોગવાઈ આ બજેટમાં નથી.
ખેડૂતોના ધિરાણ મામલે કે દેવા માફી મામલે બજેટમાં કોઈ ચર્ચા કરાઈ નથી. મહિલા માટે આ બજેટમાં કોઈ પ્રાવધાન નથી. 14 ટકા આદિવાસી સમાજ માટે બજેટમાં ખાસ પ્રાવધાન નથી. SC.ST,OBC કોઈ પણ વર્ગને રાહત આપવામાં આવી નથી. જે બજેટમાં પેટ્રોલ-ડિઝલ પર વેટ ઘટાડવાનો હતો એ ઘટાડ્યો નથી.
હમણાંથી વીજળીનાં બિલ વધ્યા છે. આ 5000 કરોડ જનતા પાસેથી ઉઘરાવવાનો ભાજપનો કારસો છે. જો આજે આમ આદમી પાર્ટીની સરકાર હોત તો આ બજેટમાં જાહેરાત થાત કે, 300 યુનિટ વીજળી ફ્રી આપત. જો 300 યુનિટ ફ્રી વીજળી આમ આદમી પાર્ટી આપી શકતી હોય તો ભાજપ પણ આપી જ શકે પરંતું ભાજપ સરકાર કરોડોનાં કૌભાંડ કરે છે.
પ્રદેશ ઉપપ્રમુખ સાગર રબારીએ કહ્યું, આ મોંઘવારી વધારનારું બજેટ છે. સરકાર પોતે ચાર્ટ બનાવીને આપી દે છે. 3 લાખ 1 હજાર 22 કરોડના આ બજેટમાં 68000 કરોડ એ દેવામાંથી ઉભા કરશે. 75 લાખ પરીવારને સરકારે રેશનિંગનું અનાજ આપવું પડશે એનો મતલબ ગુજરાતના 50 ટકા લોકો ગરીબ છે, ભા. જ. પ. ના આટલા વર્ષોના બજેટોએ ગુજરાતમાં ગરીબો વધારવા સિવાય શું કર્યું? ખાનગી નોકરી કરનારાના વ્યવસાય વેરો ઘટાડ્યો હોત તો મધ્યમવર્ગીય પરીવારોને રાહત થઈ હોત. રાજ્યનું જાહેર વધ્યું છે, એના વ્યાજ, હોપ્તા જેવા બિન ઉત્પાદકીય ખર્ચમાં 35 ટકા જેટલી રકમ વપરાઈ જસે, લોકોના હાથમાં શું?
ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારમાં પછી જે રકમ વધશે એ જ જનતામાં વપરાશે. નર્મદાની પાઈપલાઈન હજું પણ પહોંચતી નથી. જે ગતિએ પાણી પહોંચાડવાનું છે આજ ગતિ રહી તો 40 વર્ષ લાગી જશે. નર્મદાનું પાણી પહોંચાડવાનું હતું છતાં 9 વર્ષ થયા છતાંય પુરુ થતુ નથી. નલ સે જલથી પાણી પણ પહોંચ્યું નથી. અરવલ્લિની પૂર્વ પટ્ટીમાં ક્યાંય નલ સે જલ યોજના દેખાતી નથી. ભારતીય જનતા પાર્ટી લોકોનાં આંખોમાં ધૂળ નાખવાનું બજેટ લાવી છે.
ગુજરાતના યુવાનોમાં રોજગારનું પ્રમાણ વધે એવું પણ બજેટમાં નથી. બજેટ જોઈને હરખાશો નહીં આ બજેટમાં કોઈ દિશા છે જ નથી. વિદ્યાર્થીઓ માટે સબસિડીની રકમ વધારી એવું બતાવવામાં આવ્યું છે પરંતું આ મોડલમાં કોલેજો,શાળાઓના બહારી માળખાને સુધારી દેશે. એક જમાનામાં 1500 કે 2500 રૂપિયામાં મેડિકલનો અભ્યાસ થતો હતો, આજે ભ્રષ્ટ ભાજપને કારણે ડોક્ટર બનવાનું માધ્યમ વર્ગના યુવાનોનું સ્વપ્ન રોળાયું છે. ખેડૂતો માટે પાક વીમા, ગ્લોબલ વોર્મિંગ સામે સુરક્ષા માટે બજેટમાં કશું નથી.