સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારું એક જ લક્ષ્ય સનાતન ધર્મ છે, સૌને કર્મથી હિન્દુ બનાવવા માગું છું. આ વિસ્તારના આદિવાસીઓ વચ્ચે જઈ કથાનું આયોજન કરીશ અને તેમની ઘરવાપસી કરાવીશ. હું કોઈ પણ રાજકીય પાર્ટીનો નથી, બધી રાજકીય પાર્ટીના નેતાઓ મારા શિષ્ય છે. મને એક જ પાર્ટીથી જોડવામાં આવે અને એ છે બજરંગબલી.
આજે સુરતમાં નીલગીરી ગ્રાઉન્ડ ખાતે બાબાનો પહેલો દિવ્ય દરબાર સાંજે 5 વાગ્યે લાગશે, પરંતુ અઢી કલાક પહેલાં જ આકરા તડકામાં ભાવિકોનું ઊમટવાનું શરૂ થઈ ગયું છે. લોકોએ તડકાથી બચવા માટે દુપટ્ટા, સાડી, કપડાથી છાંયડો બનાવ્યાનો નજરે પડી રહ્યું છે. બાબાનાં દર્શન કરવા માટે મુંબઈથી લોકો આવ્યા છે તેમજ 20 ફૂટની બાગેશ્વરબાબાની રંગોળી પણ બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આગામી 10 દિવસ સુધી તેઓ ગુજરાતના અલગ અલગ શહેરોમાં દિવ્ય દરબાર અને કથા કરશે. દરેક કથામાં લાખો લોકો ઉમટે એવી આશા છે. બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીના 26 મે થી 7 જૂન સુધી ગુજરાતના ચાર શહેરોમાં કાર્યક્રમો થશે. જેને જોતા તેઓ ગુજરાત પહોંચ્યા છે. ગુરુવારે તેમણે કહ્યું કે ગુજરાતીઓ દરેક જગ્યાએ પહોંચી ગયા છે. અમે અહીં પહેલીવાર આવ્યા છીએ અને અહીંના લોકો ધન્ય છે. બાગેશ્વર ધામના કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાત પધાર્યા છે. 26 મેથી 7 જૂન સુધી ચાર શહેરોમાં તેમના કાર્યક્રમો યોજાશે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતનો સમાવેશ થાય છે.
બીજી એક મોટી કંપની મુકેશ અંબાણીની થઈ ગઈ, રિલાયન્સે આટલા કરોડમાં ડીલ ફાઈનલ કરી નાખી
રાજ્યમાં પહોંચ્યા બાદ શાસ્ત્રીએ કહ્યું હતું કે તેઓ ભક્તિની ભૂમિ ગુજરાતને વંદન કરે છે. ગુજરાતીઓ દરેક જગ્યાએ પહોંચી ગયા છે, તમે લોકો ધન્ય છો. અહીંના લોકો પર જીત મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવું પડશે અને ભગવાન કન્હૈયાની મથુરામાં સ્થાપના કરવી પડશે. સનાતન ધર્મ માટે સૌએ જાગવું પડશે, જે લોકો કાયર છે તેઓ જ જાગી શકતા નથી. અમે અહીં પહેલીવાર આવ્યા છીએ અને વાતાવરણ ખૂબ જ ગરમ છે.