ઓનલાઈન એપ પરથી લોન લેતા પહેલા ચેતજો, અમદાવાદના એક દંપતીને અજાણ્યાં શખ્સે ન્યૂડ ફોટા વાયરલ કરવાની ધમકી આપી કરી ઉઘરાણી…

Lok Patrika Desk
By Lok Patrika Desk
loan
Share this Article

અમદાવાદના બાપુનગરમાં રહેતા દંપતીને ઓનલાઈન એપ પરથી લોન લેવાનું ભારે પડ્યું છે. દંપતીએ ઓનલાઈન એપમાંથી ૧૮ હજારની લોન લીધી હતી. જેમાં અજાણ્યા શખ્સોએ ધમકી આપી ઉઘરાણી કરી હતી. તેમજ દંપતીના ફોટો મો‌ર્ફિંગ કરી ન્યૂડ ફોટા બનાવી વોટ્સએપ પર મોકલી બ્લેકમેલ કર્યાં હોવાની ઘટના સામે આવી છે. ઘટનાના પગલે યુવતીએ બાપુનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બાપુનગરમાં રહેતી દંપતિએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેમજ દંપતી ઘેરબેઠાં ટ્યૂશન ક્લાસીસ ચલાવે છે. દંપતીને પૈસાની જરૂરિયાત હોવાથી તેણે એક ઓનલાઈન એપમાંથી લોન લેવાનું વિચારતા હતા. જેથી દંપતીએ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી વધુમાં દંપતીએ મોબાઈલમાં ફેસબુક પર સર્ફિંગ કરતાં Cashpity નામની એપ ધ્યાનમાં આવતાં તે એપ ડાઉનલોડ કરી હતી. આ એપ્લીકેશન ડાઉનલોડ કરતાં Coolrupee, Walma finance, HotBotloan app, Trade cash app અન્ય ચાર જાતે જ ડાઉનલોડ થઈ ગઈ હતી.

loan

દંપતીએ એપ મારફતે 18,198 રૂપિયાની લીધી લોન

દંપતીએ કેશપિટી (Cashpity) ડાઉનલોડ કરતી વખતે તેમનો જ મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યાર બાદ આ એપમાંથી એપ્રિલ મહિનાની 25 તારીખે 4,549 રૂપિયા, 26 તારીખે Coolrupee લોન એપમાંથી 2,274, ર૯ તારીખે Walma finance લોનની એપમાંથી 4,550 રૂપિયાની લોન લીધી હતી. આ ઉપરાંત પત્નીએ પતિના મોબાઈલ ફોન પરથી HotBot નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી 30 તારીખના રોજ 6,825 રૂપિયાની લોન લીધી હતી. આ તમામ એપમાંથી લોનના રૂપિયા (BOI) બેન્ક ઓફ ઇન્ડિયાના તેમના ખાતામાં જમા થયા હતા.

loan

દંપતીએ કરી પોલીસ ફરિયાદ

દંપતીએ જુદી જુદી એપ દ્વારા લોન લીધી હતી. લોન લીધા બાદ તેમના પર ફોન આવવા લાગ્યા કે તમે મારા ખાતામાં પૈસા જમા કરાવો, નહીં તો તમારા કોન્ટેક્ટ નંબર પર ન્યૂડ ફોટાઓનું મોર્ફિંગ કરી તમને મોકલી આપીશ અને તમને બદનામ કરી દઈશ.આથી દંપતીએ ખોટી બદનામી ના થાય તે માટે તમામ અલગ અલગ લોન એપ્લિકેશન પર હોલ્ડિંગ ધરાવનાર અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

loan

અઠવાડિયામાં જ ફોન કરી ઉઘરાણી શરૂ

ગ્રાહક લોન લેવા માટે એપ્લાય કરે છે ત્યારે તેમને લોનની રકમ ભરપાઇ કરવા જુદા જુદા વર્ચ્યુઅલ વોટ્સએપ નંબરોથી તેમજ વર્ચ્યુઅલ નંબરના નોર્મલ કોલથી પોતાની સાચી ઓળખ છુપાવી ગ્રાહકને ફોન કરે છે.જેમાં જેટલી રકમની લોન લેવા એપ્લાય કરેલી તે પૂરેપૂરી લોન ભરી દેવા કહેવાય છે. ગ્રાહક સમયસર લોનની ભરપાઈ ન કરે તો તેની પર્સનલ ફોટો કે વીડિયોનું બીભત્સ તસવીરો સાથે મોર્ફિંગ કરી બીભત્સ ફોટો-વીડિયો તેના સગાં સંબંધીઓ અને પરિવારજનોને મોકલી દેવાના મેસેજથી ધમકી આપે છે.

loan

ગ્રાહકો સાથે છેતરપિંડી આચરવામાં આવે છે

ગ્રાહકને બીભત્સ ભાષા અને લખાણ લખેલા whatsapp મેસેજથી ગ્રાહકના બનાવેલા પર્સનલ ફોટોને મોર્ફ કરી ન્યૂડ બનાવી લોનનાં નાણાંની ભરપાઈ કરવા માટે દબાણ કરવામાં આવે છે. તેમજ દબાણવશ કોઈ કસ્ટમર લોનની ભરપાઇ કરે છતાં તેણે લીધેલી લોન ક્લોઝ ન કરી તો લોનનું બાકી રહેલું પેમેન્ટ ભરવાનું કહી તેમની પાસે બીજા વધુ નાણાં ભરવા માટે દબાણ કરવામાં આવે છે. ગ્રાહકોને પોતાની માયાજાળમાં ફસાવી એક કરતાં વધુ લોન એપ્લિકેશનમાંથી લોન લેવડાવી તેમને આપેલી લોન કરતાં વધુ પૈસા ભરાવી છેતરપિંડી આચરવામાં આવે છે.


Share this Article
TAGGED: , ,