Bhavnagar News: મેડિકલ કોલેજમાં અવાર નવાર કંઈક ને કંઈક વિવાદો થતા રહે છે. ત્યારે હવે આ નવા મામલો ભાવનગરની મેડિકલ કોલેજમાંથી સામે આવ્યો છે અને જેના કારણે હાલમાં આ કેસ આખા રાજ્યમાં ચર્ચિત બન્યો છે. ભાવનગર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાની ઘટના ઘટી છે. આ વાતનો આક્ષેપ થતાં હાહાકાર મચી ગયો છે.
હાલમાં આ કેસમાં વિદ્યાર્થીઓએ નિલમબાગ પોલીસ આરોપી વિદ્યાર્થીને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો છે. મેડિકલ કોલેજમાં PGના વિદ્યાર્થીએ UGના વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાની વાત સામે આવી રહી છે. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ આચરવા સાથે પીડિત વિદ્યાર્થીને બદનામ કરવાનો પણ ભયંકર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ બનાવને પગલે ગઈકાલે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નિલમબાગ પોલીસ મથકે આવી પહોંચ્યા હતા.
જો કે જોવા જેવી વાત એક એ પણ હતી કે વિદ્યાર્થીઓની સાથે વિદ્યાર્થિનીઓ પણ નિલમબાગ પોલીસ મથકે આવી પહોંચી હતી અને પોલીસ મથકનો ઘેરાવો કરવામાં આવ્યો હતો. અહીં વિદ્યાર્થીઓના ટોળા દ્વારા આરોપી વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવાની માંગ કરવામાં આવી હતી. જોકે, વિદ્યાર્થીઓએ નીલમબાગ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પર પણ આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે પોલીસ બદકામ કરનારા વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવામાં આનાકાની કરી રહી છે.