Big News: આ વર્ષે કુલ 8,000 જેટલી જગ્યાઓ માટે ભરતીનું કરાશે આયોજન, તમામ જગ્યાઓની નિમણૂંક પ્રક્રિયા અંતિમ તબક્કામાં

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat News: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વિવિધ સંવર્ગની ભરતી પ્રક્રિયા સંદર્ભે પૂછાયેલ પ્રશ્નમાં મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વર્ગ-3 ની જગ્યાઓ સત્વરે ભરવાનું આયોજન હાથ ધરાયું છે. જે માટે વર્ષ 2024માં કુલ 8000 જેટલી વિવિધ સંવર્ગની જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવનાર છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાત સરકાર સ્પર્ધાત્મક પરિક્ષામાં ગેરરીતી આચરતા લોકો માટે સખત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો ઘડવાના મુડમાં છે, આ બાબતે મંત્રી ઋષિકેશ પટેલે પડકાર પણ કર્યો હતો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ષ 2022 માં 1680 અને વર્ષ 2023 માં 1246 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી. સ્પર્ધાત્મક પરીક્ષા સંદર્ભે ગેરરિતી આચરતા લોકો સામે સખત કાર્યવાહી થાય તે માટે કડક કાયદો લાવ્યા છીએ તેમ મંત્રીએ જણાવ્યું હતું.

UPAના 10 વર્ષ પર લોકસભામાં રજૂ કરવામાં આવ્યું શ્વેતપત્ર, ભાજપે કોંગ્રેસ સરકારના આર્થિક ગેરવહીવટ પર કર્યા પ્રહારો

દુબઈની ઘરતીમાં બન્યુ પહેલું હિન્દુ મંદિર, મહંતસ્વામી મહારાજ પહોંચ્યા અબુ ધાબી, PM મોદી 14 ફેબ્રુઆરીએ કરશે ઉદ્ઘાટન

ફરી એકવાર હડતાળ પર બેઠાં ખેડૂતો, નોઈડામાં ભારે ટ્રાફિક જામ, પોલીસે નોઈડા-દિલ્હી બોર્ડર પર રોડ કર્યો બ્લોક, જાણો સમગ્ર મામલો

નવેમ્બર 2023 પછી મંડળ દ્વારા રાજ્ય સરકારના વિવિધ વિભાગોની વિવિધ સંવર્ગોની બહાર પાડવામા આવેલી જગ્યાઓની ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કા છે જે બનતી ત્વરાએ એટલે કે બને તેટલું જલ્દી પૂર્ણ કરવામાં આવશે તેમ મંત્રી શ્રી એ જણાવ્યું હતુ.


Share this Article