135 લોકોના જીવ લેનારી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના અંગે મોટા સમાચાર, આરોપી જયસુખ પટેલે કોર્ટમાં કહ્યું કે- મને વગદાર લોકોએ…

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

મોરબી ઝુલતા પુલ દુર્ઘટના લોકોને પેઢીઓ સુધી નહીં ભૂલાય. આ ઘટનામાં સત્તાવાર રીતે 135 લોકો મૃત્યુ પામ્યાં છે તેવું જણાવવામાં આવ્યું હતું. તેમાંથી 47 તો માત્ર બાળકો હતા! ત્યારે આ અંગે મોરબી સેશન્સ કોર્ટે લીધેલી સુઓમોટો પિટિશન પર સુનાવણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે સુઓમોટો પિટિશનમાં પક્ષકાર તરીકે કોર્ટ તરફથી જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતું.

જયસુખ પટેલે વાત કરી હતી કે મને પણ મોરબી બ્રીજ તૂટવાની ઘટનાનો ભારે અફસોસ છે. મોરબી બ્રિજની મારા મતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ જ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટીનો એવો કોઈ ઈરાદો નહોતો. હેરિટેજ બચાવવા માટે જ મારી કંપનીએ કામ હાથમાં લીધું હતું. રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ મને સોંપવામાં આવી છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી શકું નહીં એ વાતની મને જાણ છે જ, પણ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુ:ખદ છે. હું સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું જ છું.

તો આ તરફ કોર્ટે પોતાના હુકમમાં નોંધ્યું કે વળતર ચૂકવવાથી પણ રેવન્યુ રહે કે ક્રિમિનલ રહે. જયસુખ પટેલની સામે થયેલી કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં. તેની સામે જે જવાબદારીઓ ઊભી થઈ છે તે કાર્યવાહીઓ ચાલુ જ રહેશે. જે મેજર બ્રિજના મેજર રીપેરીંગનું કામ જરૂરી છે તે રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે કરે તેવો પણ કોર્ટે હુકમ કર્યો હતો. રાજ્યના બ્રિજની મરમ્મત મુદ્દે કોર્ટમાં રજૂઆત થઈ હતી, ત્યારે એડવોકેટ જનરલે કોર્ટને માહિતી આપી હતી. તેમણે કોર્ટમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 1441 બ્રિજ છે. કોર્પોરેશનની હદમાં 168 મેજર બ્રિજ, 180 માઈનર બ્રિજ છે. જેમાં નગરપાલિકા વિસ્તારમાં 32 મેજર બ્રિજ, 81 માઈનર બ્રિજ છે. 63 મેજર બ્રિજમાં મેજર રીપેરીંગની જરૂર હોવાની વાત કોર્ટમાં જણાવી હતી. તેમણે ઉમેર્યું કે 27 મેજર બ્રિજ રિપેર કરાયા છે, તો બાકીના પૂલની પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.

લોહી થીજવતી ઠંડી વચ્ચે અંબાલાલ પટેલની નવી આગાહી, બસ આજનો દિવસ સહન કરી લો, કાલથી ઠંડીમાં થશે ઘટાડો

ગુજરાતમાં હવે આ જ જોવાનું બાકી હતું! પોરબંદરની આર્યકન્યા ગુરુકુળમાં છોકરી સાથે છોકરીના જ અનૈતિક સંબંધનો કિસ્સો ભારે ચર્ચામાં

પઠાણ ફિલ્મે રેકોર્ડ તોડ્યા છતાં શાહરૂખ અને મેકર્સ રાતે પાણીએ રડે છે! પણ તમે ફિલ્મ મફતમાં જોઈ શકશો! જાણો આખો મામલો

મોરબીની ઘટનામાં 30 ઓક્ટોબરની સાંજે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો જેમાં 135 લોકોએ જીવ ગુમાવ્યા હતા અને આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ પણ થયા હતા. આ પુલ તાજેતરમાં નવીનીકરણ બાદ કાર્યરત કરવામાં આવ્યો હતો જેનું સમારકામ ઓરેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. ભાજપના નેતા કમલેશ દેસાઈની આગેવાની હેઠળ નગરપાલિકાના 49 સભ્યોએ કોર્ટ સમક્ષ રાજ્ય સરકારના સોગંદનામાનો વિરોધ કરતા જણાવ્યું હતું કે તેઓ પુલના સમારકામનો કોન્ટ્રાક્ટ આપવામાં સામેલ નથી અને જો સરકાર મોરબી નગરપાલિકાને સુપરસીડ કરે તો બાકીના લોકો સાથે અન્યાય થશે.


Share this Article
Leave a comment