BIG BREAKING: દેવાયતના જામીન અંગે મોટા સમાચાર, હજુ પણ ‘રાણો રાણાની રીતે’ નહીં જ જીવી શકે, ફરી સુરસુરિયું થયું!

Lok Patrika
Lok Patrika
3 Min Read
Share this Article

લોક સાહિત્યકાર દેવાયત ખવડ મામલે હાલમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે હજુ કલાકારને છૂટવામાં વાર લાગી શકે છે. મયૂરસિંહ રાણા પર હુમલાના કેસમાં સંડોવાયેલ દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે ફરી એકવાર અરજી કરી હતી. જે જામીન અરજીને કોર્ટ દ્વારા આજે પેન્ડિંગ રાખવામાં આવી છે. જેથી દેવાયત ખવડને જામીન મળવામાં હજુ પણ કેટલાક દિવસોની વાર લાગી શકે છે.

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, ગુજરાતમાં ફરીથી ગાત્રો થીજવતી ઠંડી શરૂ, જાણો કયા જિલ્લામાં કેવી ઠંડી પડશે, લોહી જામી જશે!

‘દયાબેન’ની આ હાલત જોઈને તમારા રૂંવાડા ઉભા થઈ જશે, દીકરીને ખોળામાં લઈને રડતાં રડતાં વર્ણવી દર્દનાક કહાની!

કાર્તિક આર્યને પરેશ રાવલને એક જોરદાર લાફો ઝીંકી દીધો, જોનારા બધાના હોશ ઉડી ગયા

પરણેલા મિથુન ચક્રવર્તીએ શ્રીદેવી સાથે બાંધ્યા આડા સંબંધો, છાનામાના લગ્ન પણ કર્યા, પછી પત્નીને ખબર પડી અને….

આ સાથએ જ એવા પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે જો દેવાયતત ખવડને રાજકોટ કોર્ટ દ્વારા જામીન નહીં અપાય તો તેઓ હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં દેવાયત ખવડ હાલમાં જેલ હવાલે છે જે છૂટવાની રાહ જોઈ રહ્યો છે. રાજકોટમાં દેવાયત ખવડ અને સાથીઓ દ્વારા મયૂરસિંહ રાણા પર હુમલો કરાયો હતો એ વાત કોઈથી છાની નથી.

આ મામલે એ-ડિવિઝન પોલીસ સ્ટેશને દેવાયત ખવડ અને તેનાં સાથીદારો સામે ગુનો નોંધાયો હતો. જેમાં 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે 10 દિવસ બાદ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું. આ પહેલાં દેવાયત ખવડના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 19મી ડિસેમ્બરે ખવડ સહિત ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જ્યાં પોલીસે વધુ રિમાન્ડની માંગણી નહીં કરતાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરાયા હતા.

મળતી માહિતી મુજબ આ પહેલાં લોકસાહિત્યકાર દેવાયત ખવડને અને તેના સાગરિત હરેશ રબારીએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. હાલ દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ છે જેમા 2015માં ચોટીલામાં મારામારીના ગુનો, 2017માં સુરેન્દ્રનગરમાં આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ અને ત્યારબાદ આ મામલો સામે આવ્યો છે.

 

 

દેવાયત ખવડ સામે 3 ગુનાઓ દાખલ

આ અગાઉ 12 દિવસથી દેવાયત ખવડના મારામારીના કેસમા બચાવપક્ષના વકીલે દાવો કર્યો હતો કે વીડિયોમાં દેખાનાર શખ્સ દેવાયત ખવડ નથી. તો પછી આટલા દિવસ સુધી દેવાયત ભાગતો કેમ ફરતો હતો અને જો એ નહોતો તો પછી આટલી ચર્ચા પછી એણે કેમ કોઈ ખુલાસો જ ન કર્યો કે આ હું નથી કે પછી આ કેસ સાથે મારે કોઈ લેવા દેવા નથી.

રાજકોટમાં યુવક પર લાકડી વડે કર્યો હુમલો

આ સાથે જ એક બીજો મોટો પ્રશ્ન એ પણ છે કે જ્યારે એ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો ત્યારે પણ મીડિયા સામે એણે એટલું જ કહ્યું કે હું સમય આવશે ત્યારે જવાબ આપીશ. જો એ વીડિયોમાં હતો જ નહીં તો એ ત્યારે પણ બોલી જ શકતો હતો કે હું છું જ નહીં. તેથી હવે લોકોને એવું લાગી રહ્યું છે કે આ બધો લુલો બચાવ કરવામાં આવી રહ્યો છે અને પોલીસથી બચવા માટે બધા કાવતરાં કરવામાં આવી રહ્યા છે.


Share this Article
Leave a comment