સૌરાષ્ટ્રમાં અને કચ્છના બેરોજગાર યુવાનો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કારણ કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી બહાર પડી છે. આ ભરતી લાઇનમેન એપ્રેન્ટીસનીૉ છે. તો રસ ધરાવતા અને લાયક ઉમેદવારોને ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ પોતાના જ ઘર આંગણે નોકરી કરવાની આ સોનેરી તક છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડની આ ભરતીની પોસ્ટ પ્રમાણે વાત કરીએ તો વિગતો કંઈક આ પ્રમાણે છે
શૈક્ષણિક લાયકાત – માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ
ટેક્નીકલ લાયકાત – માન્ય પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન-ઇલેક્ટ્રીશીયનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.
વયમર્યાદા – ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની ઉંમર
પોસ્ટ-એપ્રેન્ટીસ
જગ્યાનું નામ-લાઇનમેન
ખાલી જગ્યા-668
સ્ટાઈપેન્ડ-સરકારના ધારાધોરણ પ્રમાણે
વય મર્યાદા-18થી 30 વર્ષ વચ્ચે
વેબસાઈટ-https://www.pgvcl.com/
કઈ પોસ્ટમાં કેટલી જગ્યાઓ છે??
કચેરી-જગ્યા
ભાવનગર-22
મોરબી-9
જુનાગઢ-12
બોટાદ-7
સુરેન્દ્રનગર-19
રાજકોટ ગ્રામ્ય-179
અમરેલી-30
રાજકોટ શહેર-136
પોરબંદર-11
ભુજ-93
અંજાર-42
જામનગર-108
કૂલ=668
https://images-gujarati.indianexpress.com/2024/08/PGVCL-Lineman-bharti.pdf
ક્યા ક્યા ડોક્યુમેન્ટ જોઈશે
તાજેતરના પાસપોર્ટ સાઈઝના 4 ફોટો
શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
જાતિ અંગેનું પ્રમાણપત્ર
શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો
ટેક્નીકલ લાયકાત આઈ.ટી.આઈ (ઇલેક્ટ્રીશીયન-વાયરમેન) માર્કશીટ તેમજ પ્રમાણપત્ર
ફોટા સહીતનું ઓળખપત્ર
એ.સી.વી.ટી.- જી.સી.વીટી. પ્રમાણપત્ર
દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
GSO-295 અન્તર્ગતના ઉમેદવારે પોતાના પિતા-માતાનો બોર્ડ-કંપનીમાંથી છૂટા થયાનો કાર્યાલય આદેશ અને રેશનકાર્ડ
જો, જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ
કેવી રીતે થશે પસંદગી?
-ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલી શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી (પોલ ક્લાઈમ્બીંગ ટેસ્ટ), સ્થળ પર આપવામાં આવતી સૂચના મૂજબ પસાર કરવી.
-આ શારીરિક સક્ષમતાની કસોટી ઉમેદવારે 50 સેકન્ડમાં પુરી કરવાની રહેશે
-શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમજ આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં મેળવેલા કૂલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે.
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
કેટલો પગાર મળશે
આ ભરતીમાં કહેવામાં આવ્યું છે કે તાલીમનો સમયગાળો એક વર્ષનો રહેશે અને ગુજરાત સરકારના ધારાધોરણ પ્રમાણે પસંદ પામેલા ઉમેદવારોને સ્ટાઈપેન્ડ મળશે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે ઈચ્છુક ઉમેદવારોએ જે તે જીલ્લાની વર્તુળ કચેરી ખાતે શારીરિક કસોટી માટે નિયત તારીખ સમય સવારે 9.30થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે.