Gujarat News: ગઈકાલથી જ અંબાજીના મોહનથાળનો પ્રસાદ ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હવે અંબાજી મંદિર મોહનથાળનાં પ્રસાદ મામલે કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હાલ અંબાજી મંદિરની ટીમ દ્વારા જ મોહનથાળ બનાવવાનું કામ શરૂ છે. તેમજ હાલમાં કોઈ એજન્સીને કામ સોંપાયું નથી. અંબાજી મંદિર મોહનથાળનાં પ્રસાદ મામલે વહીવટદાર સિદ્ધિ વર્માએ નિવેદન આપ્યું છે કે, મોહિની કેટરર્સનું ટેન્ડર અંબાજી મંદિરે રિન્યુ કર્યું ન હતું. પ્રસાદ બનાવવાનું ટેન્ડર 30 સપ્ટેમ્બરે પુરુ થયું હતું. ત્યારે હવે આ જ એજન્સી મંદિરનો પ્રસાદ બનાવશે કે અન્ય એજન્સીને ટેન્ડર અપાશે તેનો નિર્ણય આગમી સમયમાં લેવામાં આવશે.
જ્યારે પ્રસાદના ઘી નાં સેમ્પલ ફેલ થયા ત્યારે હવે નિર્ણય કરાયો છે કે હાલમાં મંદિરની ટીમ દ્વારા જ મોહનથાળ બનાવવાનું કામ શરૂ કરાશે. મોહિની કેટરર્સને પ્રસાદ ઘરથી દૂર રહેવા પણ આદેશ આપી દીધો છે. તેમજ આ બાબતે કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં કોઈ એજન્સીના કામ સોંપાયું નથી. મેળા દરમિયાન ભક્તોને શુદ્ધ ઘી નો પારસાદ અપાયો છે. જે ઘી નાં સેમ્પલ લેવાયા હતા. તે ઘી પ્રસાદમાં વપરાયું નથી. બનાસ ડેરીનાં ઘી દ્વારા બનાવેલો પ્રસાદ ભક્તોને અપાયો હતો. આ વાત પછી ભક્તોમાં પણ ઘણો હાશકારો જોવા મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે યાત્રાધામ અંબાજીમાં (ambaji) બનતો મોહનથાળ જે ઘીમાંથી બનતો હતો, તે ઘીનાં સેમ્પલ ફેલ થતાં સમગ્ર ગુજરાતમાં (gujarat) ખળભળાટ મચી ગયો છે. માતાજીનો પ્રસાદ બનાવવા માટે વપરાતું ઘી કેવી રીતે ભેળસેળવાળું બની જતું હતું તે એક મોટો સવાલ છે, અને તેની તપાસ ચાલી રહી છે. ત્યારે અંબાજીમાં પ્રસાદ માટે વપરાતું ધીનો વિવાદ અમદાવાદ પહોંચ્યો છે. શક્તિપીઠ અંબાજીના ભાદરવી પૂનમના મહામેળોમાં પ્રસાદીમાં નકલી ઘીના મુદ્દે ધમધમાટ મચી રહ્યો છે.
આખા ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય નથી લીધી, આજે આટલા જિલ્લામાં મેઘો ધબધબાટી બોલાવી દેશે, જાણો આગાહી
આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો સ્ટોક કરવામાં આવ્યો હતો. જે ઘીના સમ્પેલ ફેઈલ થતાં હવે સમગ્ર મામલો સામે આવ્યો છે. આ મેળા દરમિયાન પ્રસાદની માંગને પહોંચી વળવા મોહિની એજન્સી દ્વારા મોટા પ્રમાણમાં ઘીનો સ્ટોક કરવામાં આવ્યો હતો જેના સેમ્પલ ફેલ થયા હતા, જે બાદ તપાસ હાથ ધરાતા તેમણે અમદાવાદ સ્થિતની નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદેલું હોવાનુ ખુલ્યું હતું.