કિંજલ દવેના કાર્યક્રમમાં જનતા ગાંડીતૂર થઈ અને ચારેબાજુ ખુરશીઓ ઉડી, પાવાગઢમાં ભારે તોડફોડ થતાં પોલીસ દોડતી થઈ

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

હાલમાં એક કલાકારના કાર્યક્રમમાં ખુરશીઓ ઉછળવાનો મુદ્દો સામે આવ્યો છે. એમાં એવું છે કે પંચમહાલ જિલ્લામાં આવેલ ચાંપાનેર-પાવાગઢ તા.હાલોલ એક ઐતિહાસિક મહત્વ ધરાવતું પ્રવાસન મથક છે. જેને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ” તરીકે પણ દરજ્જો મળ્યો છે. ત્યારે આ દરમિયાન પંચમહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમા કિંજલ દવેના કાર્યક્રમમાં ખુરશીઓ ઉડી હોવાનું સામે આવ્યું છે.

આ કાર્યક્રમમાં ત્યાં સુધીની માહિતી સામે આવી રહી છે કે ખુરશી ઉછાળી લોકોએ તોડફોડ કરી હતી. કિંજલ દવે ગીતની રમઝટ બોલાવી રહ્યા હતા અને સિંગરને ખબર પણ નહોતી ત્યાં તોન ગીતોથી દર્શકો એટલા ઉત્સાહિત થયા હતા અને ઉત્સાહમાં આવી ગયેલા દર્શકોએ ખુરશીઓ હવામાં ઉછાળી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક દોડી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં લોકગાયક હિમાલી વ્યાસ આસ્થા પટેલ દ્વારા ભરતનાટ્યમ રાવણ હથ્થા દ્વારા લોક સંગીત ગાયક કાર્તિક પારેખ સહિતનાઓએ ગીત, સંગીતની રમઝટ બોલાવી હતી. ત્યારે બાકી બધા કાર્યક્રમ એકદમ શાંતિપુર્ણ રીતે સંપન્ન થયા છે પરંતુ કિંજલ દવેના કાર્યક્રમમાં ભારે ખુરશીઓ ઉડવા લાગી હતી.

 


Share this Article
Leave a comment