Gujarat News: અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વિઝા કન્સલ્ટન્સી પર CID ક્રાઇમના દરોડા પડ્યાં છે. પ્રાથમિક માહિતી મુજબ નકલી ડોક્યુમેન્ટને આધારે લોકોને વિદેશ મોકલાતા હોવાની આશંકાએ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ તરફ આ દરોડામાં ગેરકાયદે વીઝા કાર્યવાહીને લઇને મહત્વના પુરાવાઓ મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ, ગુજરાતમાં 17 ટીમ બનાવી CID ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી કરી છે.
નોંધનિય છે કે, થોડા દિવસો અગાઉ એરપોર્ટથી ઝડપાયેલી મહિલાના કનેક્શનને લઈને તપાસ ચાલી રહી છે. આ સાથે ગેરકાયદે વિદેશ જવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાને લઇ કાર્યવાહી કરાઈ છે. ગુજરાતમાંથી મોટાપાયે ગેરકાયદે લોકોને વિદેશ મોકલાતા હોવાની માહિતી સામે આવતા હવે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.