Uttarakhand Uniform Civil Code: ઉત્તરાખંડ ભારતનું પહેલું રાજ્ય બનવા જઈ રહ્યું છે, જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાનો છે. મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સ્પષ્ટ કર્યું છે કે સમિતિ 2 ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ સબમિટ કરશે અને સરકાર તેને વિધાનસભાના આગામી સત્રમાં લાગુ કરશે. મુખ્યમંત્રી ધામીએ સ્પષ્ટ કહ્યું છે કે ડ્રાફ્ટ મળતાની સાથે જ તેના પર બિલ લાવવામાં આવશે અને તેનો અમલ કરવામાં આવશે.
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પર લખ્યું, “અમારી સરકાર આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી જીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના વિઝન અને ઉત્તરાખંડના ભગવાન સમાન લોકો સમક્ષ મૂકેલા સંકલ્પ અને આકાંક્ષાઓને અનુરૂપ છે. યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે હંમેશા પ્રતિબદ્ધ છે.
યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર કરવા માટે બનેલી કમિટી 2 ફેબ્રુઆરીએ તેનો ડ્રાફ્ટ રાજ્ય સરકારને સુપરત કરશે અને અમે આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવીને રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીશું.
Breaking News: ગુજરાતની ખાલી પડેલી 4 રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની થઈ જાહેરાત, જાણો કોણ લડશે?
મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે 5 ફેબ્રુઆરીએ વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે. આ જ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC લાગુ કરવા માટેનું બિલ પણ પસાર કરવામાં આવશે. આ સાથે ઉત્તરાખંડ પહેલું રાજ્ય બનશે જ્યાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવામાં આવશે.