Gujarat News: હાલમાં ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે બે દિવસ બાદ ઠંડી વધી શકે છે. બે દિવસ બાદ એક ડિગ્રી તાપમાન ઘટી શકે છે એવી શક્યતાઓ લગાવવામાં આવી રહી છે. રાજ્યમાં આગમી 2 દિવસ બાદ ઠંડી વધી શકે છે, ઉત્તરાયણ પહેલાં ઠંડીનો ચમકારો ફરી એક વખત જોવા મળશે એવી પણ આગાહી છે, તો વળી અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 10 થી 11 ડિગ્રી રહી શકે છે.
આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે આગામી પાંચ દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. સાથે જ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી સમયમાં અરબી સમુદ્રમાં હળવા દબાણ અને ભારે વરસાદ પડી શકે છે.
અમદાવાદ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ એટલે કે 6 નવેમ્બર સુધી સમગ્ર ગુજરાત સૂકુ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે મહત્તમ અને લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. રાજ્યમાં સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાશે, જ્યારે બપોર બાદ કાળઝાળ ગરમી પડશે, જેના કારણે મિશ્ર વાતાવરણ જોવા મળશે.
રસ્તા પર લોહીથી લથપથ પડ્યો હતો શખ્સ, લોકો વીડિયો બનાવતા રહ્યા, મોબાઈલ અને પર્સ પણ ચોરી લીધું
રાજી ખુશીથી ફૂલ જેવી દીકરી ત્યજી… ભાવનગરમાં માનવતા મરી ગઈ, રડવાનો અવાજ સાંભળી માલધારી દોડ્યા, પછી….
સાથે જ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની યુટ્યુબ ચેનલના જણાવ્યા અનુસાર, “5 નવેમ્બર સુધી ગુજરાતના હવામાનમાં કોઈ અસ્થિરતાના સંકેત નથી. એટલે જો આ દસ દિવસમાં ખેતીના કામમાં કોઈ કાપણી કરવી હોય તો તમે કરી શકો છો. જે ખેડૂતોની કાપણી થઈ ગઈ છે અને ખેતરો તૈયાર થઈ ગયા છે તેમને હજુ રાહ જોવી પડશે. શિયાળુ પાકનું તાપમાન હજુ પણ ઉંચુ રહે છે. દિવાળી બાદ એટલે કે 20 નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થશે.