Breaking News: ગુજરાતમાં કોંગ્રેસને મોટો ઝટકો, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

લોકસભાની ચૂંટણી 2024ને હવે આગામી મહિનામાં જ યોજાનાર છે ત્યારે ગુજરાતમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાતમાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ પોતાનું રાજીનામું આપ્યુ હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાતના ધારાસભ્યએ પણ રાજીનામુ આપ્યું છે. ચિરાગ પટેલ 2022ની વિધાસભાની ચૂંટણીમાં ખંભાતની બેઠક પરથી ભાજપના ઉમેદવાર મયુર રાવલને 3,711 મતથી હરાવીને પ્રથમ વખત વિધાસભાની ચૂંટણી જીત્યા હતા.

ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું

Breaking: ચીનમાં મોડી રાત્રે ભૂકંપના મોટા મોટા આંચકા, 95 લોકોના મોત; 100 ઘાયલ, ઈમારતોનું કચ્ચરઘાણ નીકળ્યું

દાઉદ ભાઈ 1000% ફીટ છે, કંઈ નથી થયું, હું હમણાં જ મળ્યો… અંડરવર્લ્ડ ડોનના એકદમ નજીકના માણસે આપી પાક્કી ખબર

VIDEO: સુરતના હીરાના વેપારીએ રામ મંદિરની થીમ પર બનાવ્યો હાર; 5 હજાર હીરા અને 2 કિલો ચાંદીનો ઉપયોગ કર્યો

આજે ચિરાગ પટેલ રાજીનામું આપતા કોંગ્રેસનું સંખ્યાબળ તુટીને 16 થઈ ગયું છે. લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ જોવા મળી છે હજુ થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યની ભૂપત ભાયાણીએ વિધાનસભા ખાતે અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું હતું ત્યારે હવે ગુજરાત કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે (Chirag Patel) પણ આજે રાજીનામુ આપ્યું છે.


Share this Article