Gujarat News: કચ્છી લેવા પટેલ સમાજ અને કચ્છના પનોતાપૂત્ર, સાદગી, સેવા,પરોપકારના પર્યાય એવા લક્ષ્મણભાઈ ભીમજીભાઈ રાઘવાણી(લખુ બાપા) ઉ.વ. ૯૪ નુ ટુંકી માંદગી બાદ નિધન થયુ છે. છેલ્લા થોડા દિવસોથી તેમની સારવાર ભુજ લેવા પટેલ હોસ્પિટલમાં ચાલતી હતી આજે સવારે તેમનુ નિધન થયુ હતુ. સવારે આર.આર.વરસાણી સ્કુલ ખાતે તેમના દેહને અંતિમ દર્શન રાખ્યા બાદ તેમના મુળ ગામ બળદીયા ખાતે તેમને હજારોની જનમેદનીએ અદકેરી વિદાય આપી હતી આ સાથે કચ્છના હિજરતી ઇતિહાસનું એક સુવર્ણ પૃષ્ઠ પૂર્ણતા પામ્યું છે.લખુ બાપાના કાર્યો એમની સાદગી, દેશ વિદેશમાં સેવા, રોજગારી આપવામાં એમનું પ્રદાન સદાય યાદ રહેશે. જીવન મૂલ્યોનું રક્ષણ અને સંવર્ધન કરવામાં એમનું વ્યક્તિત્વ હંમેશા નવી પેઢીને પ્રેરણા આપનારૂ રહ્યુ છે.
આજે સવારે ૯ થી ૧૦ એમના નિવાસ સ્થાન બળદિયા ખાતે અંતિમ દર્શન બાદ અંતિમયાત્રા અને અગ્નિ સંસ્કાર વિધિ સંપન્ન થઈ હતી. ઉલ્લેખનીય છે કે લક્ષમણ બાપા એ જે તે સમયે કરછમાં છેવાડાના વિસ્તારમાં નર્મદાના નીર ગ્રેવીટી ફ્લોથી પહોંચે તે માટે પોતાની આગવી કોઠા સુઝથી યોજના બનાવી સરકાર સમક્ષ રજુ કરી હતી, નર્મદા યોજના અને વધારાનું એક મિલિયન હેક્ટર પાણી ક્ચ્છને મળે તે માટે લડત ચલાવેલી કચ્છ જળ સંક્ટ નિવારણ સમિતિને તેમનું માર્ગદર્શન અને તમામ સ્તરે સહયોગ મળ્યો હતો કચ્છને કાયમી ધોરણે દુષ્કાળ મુક્ત કરવાનું તેમનું સ્વપ્ન રહ્યું હતું, કરછમાં નર્મદાના નીર વહેતા થયા તેમાં તેમનો સિંહ ફાળો રહ્યો હતો તેમ કહીએ તો પણ અતીશયોક્તી નથી ,દેશ વિદેશમાં તેમને ભાવભરી અંજલી આપી તેમના કાર્યોને આજે લોકોએ યાદ કર્યા હતા બળદીયા તેમના અંતિમ દર્શન માટે આજે કચ્છભરમાંથી લોકો ઉમટી પડ્યા હતા.
લખુ બાપાનુ જીવન જરમર
બળદીયામાંજ 1-05-1930 માં જન્મેલા લક્ષ્મણભાઇ ભીમજી રાધવાણી પણ એક સામાન્ય પરિવારમાંથી હતી. પિતા આઝાદી પહેલા આફ્રિકા ગયા હતા જેના પગલે લક્ષ્મણભાઇ પણ 40ના દાયકામાં ત્યા કામ અર્થે ગયા હતા. અને જ્યા મજુરી કામથી પોતાના જીવનની શરૂઆત કરી હતી. શાક-ભાજીનુ ખામા હતુ ત્યા કામ કરવા સાથે રેલ્વે લાઇનમાં કામથી નવા જીવનની શરૂઆત કરી હતી. જો કે પ્રથમથીજ સંત્સગી એવા લક્ષ્મણબાપાને તેમના ગુરૂ શ્રી વલ્લભ તથા એક સંત અક્ષરજીવન સ્વામીએ કહ્યુ કે નોકરી નહી ધંધો કર અને બસ બાપાનુ જીવન ત્યારથી બદલાયુ નાના-મોટા કામથી શરૂ કરી બાપાએ લક્ષ્મણ ભીમજી રાધવાણી કન્સ્ટ્રકશન કંપની સ્થાવી અને ત્યાર બાદ તેના કાર્યો તો સૌ કોઇ જાણે જ છે. કોઇ પણ સેવાનુ કાર્ય હોય બાપા એ ક્યારેય દાનની ના પાડી નથી. આજીવન શિક્ષાપોથીને અનુસરી બાપાએ સેવા-સતસંગ અને પરોપકારમાં જીવન ખપાવી નાંખ્યુ….
બાપાએ સરકારને કહ્યુ નર્મદા હુ લઇ આવીશ
વતનપ્રેમ જેના લોહીમાં હતો તેવા બાપાએ ભલે પ્રગતી વિદેશમા કરી હોય પરંતુ તેઓએ પોતાના માદરે વતનમાં અનેક સેવાના કાર્યો કર્યા કચ્છના ખેડુતોની સ્થિતી જોઇ તેઓ હમેંશા ચિંતીત રહેતા અને એટલેજ જ્યારે પોતે પ્રગતી કરી ત્યારે કચ્છની પ્રગતી થાય તે માટે તેઓએ નર્મદા અને જળસંચય માટે હમેંશા તત્પરતા દાખવી નર્મદાનુ પાણી ગ્રેવેટીથી લાવવાનો પોતાનો કોઠાસુઝ પ્રોજેક્ટ તેઓએ પહેલા ચીમનભાઇ અને છેલ્લે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ આપ્યો અને કહ્યુ સરકાર છુટ આપે તો નર્મદા કચ્છમાં હુ લઇ આવીશ અને તેના માટે મોટા આર્થીક ભંડોળ આપવાની પણ તૈયારી લક્ષ્મણ બાપાએ દર્શાવી હતી પરંતુ તે શક્ય થયુ નહી કચ્છની સંસ્થાએ હલ્લો કચ્છી કચ્છમે કાર્યક્રમ કર્યો ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમનુ ખાસ સન્માન કર્યુ હતુ.
આરોગ્ય શિક્ષણ માટે લાખોનુ દાન
કચ્છમાં આરોગ્ય શિક્ષણ માટે દાન આપનાર અનેક દાનવીર છે અને આવાજ દાનવીરોમાં લક્ષ્મણ બાપાનુ નામ પણ પહેલા આવે કચ્છમાં ભુજ સ્વામીનારાયણ મંદિરમાં બહેનોના મંદિરથી લઇ ગુરૂકુળ અને કચ્છી લેવા પટેલ સમાજની હોસ્પિટલમાં બાપાએ કરોડો રૂપીયાનુ દાન આપ્યુ છે. તાજેતરમાંજ નિર્માણ પામેલી કે.કે પટેલ હોસ્પિટલમાં પણ બાપાએ અઢી કરોડથી વધુનુ દાન આપ્યુ હતુ. તો ભુજની લાઇન્સ હોસ્પિટલમાં પણ બાપાએ અનેકવાર દાન આપ્યુ છે. તો ન માત્ર કચ્છ પરંતુ વિદેશમાં પણ અનેક સામાજીક ધાર્મીક સંસ્થાને દાન આપી બાપાએ બેઠી કરી હતી.
મંદિર બાપાના નામે ઓળખાય
પોતાના જીવનકાળ દરમ્યાન જે રીતે કચ્છમાં તેઓએ સેવા અને ધર્મ માટે કાર્ય કર્યુ તેમ આફિક્રામાં તેઓએ સંત્સગનો પાયો નાંખ્યો હતો. પુર્વ આફિક્રામાં મંદિરના નિર્માણમાં તેમનો સિંહફાળો છે. અને મંદિર લક્ષ્મણ બાપાના મંદિર તરીકે લોકો વધુ ઓળખે છે. તો આ ઉપરાંત આફિક્રામાં પણ ગરીબ બાળકો માટે શિક્ષણ માટે તેઓ વિવિધ સેવાકીય પ્રવૃતિ કરતા હતા. આજે તેમના નિધમથી ન માત્ર કચ્છ પરંતુ સમગ્ર કચ્છ લેવા પટેલ સમાજ અને વિદેશમાં પણ લોકોને દુખી કર્યા હતા.
સાદુ અને સતસંગી જીવન પ્રેરણારૂપ
કરોડો રૂપીયાનુ સામ્રાજ્ય હોવા છંતા લક્ષ્મણ બાપાનુ જીવન હમેંશા સાદગી પુર્ણ રહ્યુ છે. મંદિરના કોઇ મોટા મહોત્સવ હોય કે અન્ય સમાજનુ કોઇ મોટુ કાર્ય બાપાએ કરોડો રૂપીયાનુ દાન આપી ક્યારેય માન માંગ્યુ નથી અને એક સામાન્ય નાગરીક તરીકે તેઓ હમેંશા નજર પડ્યા છે. તો સંત્સગ દરમ્યાન દેશ-વિદેશમાં તેઓએ હમેંશા નવી પેઢીને સંત્સગ અને દુર્ગોણોથી દુર રાખવાની પ્રેરણા આપી છે. એક પ્રવચન દરમ્યાન નવા સંતોને વડિલ સંતોની આજ્ઞામાં રહેવા માટે તેઓએ ટકોર કરી હતી. જેને સમાજના લોકોએ ખુબ આવકારી હતી આજે તેમના નિધન પર અનેક સંતોએ શોક વ્યક્ત કરી તેમના સાદગી ભર્યા જીવનના પ્રસંગોને યાદ કર્યા હતા
આફ્રિકાના લોકો પણ યાદ કરશે
પોતાના માતૃભીમી પ્રત્યેના પ્રેમને કારણે તેનુ ઋણ અદા કરવા લક્ષ્મણભાઇ રાધવાણી હમેંશા આગળ પડતા રહ્યા છે પરંતુ પોતાની કર્મભુમી એવી આફિક્રામાં પણ તેઓની સેવાને લોકો યાદ કરશે વિદેશ સ્થિત તેમના પૌત્ર જયંત વાલજી રાધવાની સાથે વાત કરતા તેઓએ જણાવ્યુ હતુ કે આફ્રિકામાં લક્ષ્મણભાઇ ચેરીટેબલ ટ્રસ્ટ ધણી સેવાકીય પ્રવૃતિ કરે છે. જેમાં ખાસ તો મુકુરૂ વિસ્તારના 6500 બાળકોને આખુ વર્ષ વિવિધ ભોજન પુરૂ પડાયુ હતુ તો આફ્રિકામાં મેડીકલ સેવા સહિત અનેક સેવાકીય કાર્યો વિવિધ માધ્યમો અને લોકો સાથે મળી સ્વ લક્ષ્મણભાઇની સંસ્થા દ્રારા કરાતા હતા તો પુર્વ આફ્રિકાની અનેક શાળા નિર્માણમાં પણ લક્ષ્મણભાઇએ યોગદાન આપ્યુ હતુ. તો તેમના પરિવારના સભ્યોએ હમેંશા લક્ષ્મણબાપાના સેવાકાર્યોમાં સાથ આપ્યો હતો અને આવનારા સમયમાં તેમના જેવા સદ્દકાર્યોને આગળ વધારવાની પ્રેરણાદાયી વાત તેમના પરિવારે કરી હતી.
આ ઉપરાંત ધણી,સામાજીક ધાર્મીક સંસ્થા અને સંતોએ લક્ષ્મણ રાધવાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો તો લેવા પટેલ સમાજના દેશ-વિદેશમાં વસતા આગેવાનોએ તેમના નિધન પર શોક વ્યક્ત કરતી પોસ્ટ મુકી તેમને ભાવાજંલી અર્પી હતી સાથે તેમના જીવનકાળ દરમ્યાનના પ્રસંગો સાથે તેમના યોગદાન અંગેની વાતો રજુ કરી હતી.તો ભુજ લેવા પટેલ સંચાલીક સંસ્થાઓ સિવાય પણ અનેક સેવા કાર્યોમાં તેઓ સહભાગી રહ્યા છે.
ગુજરાતીઓ હજુ વરસાદ ગયો નથી, આ 5 જિલ્લામાં આજે ધોધમાર ખાબકશે, નવી આગાહી તમારે જાણી જ લેવી જોઈએ
લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યો આખો અંબાણી પરિવાર, તસવીરોમાં જુઓ અનોખો જ અંદાજ
વિકલાંગ વ્યક્તિઓની સેવામાં પણ તેઓએ લાખો રૂપીયાનુ દાન આપ્યુ છે ત્યારે વિવિધ માધ્યમો થકી સેવા કરનાર લક્ષ્મણ રાધવાણી(લખુબાપા) ની યાદો કાયમ લોકોના સ્મૃતિપટ પર રહેશે આજે તેમની અંતિમક્રિયામાં પણ અનેક સામાજીક લોકો સાથે આખુ ગામ જોડાયુ હતુ. સમાજે ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી હોવાની લાગણી વ્યક્ત કરી હતી.