IPL 2023 માં ચેન્નાઈની શાનદાર જીત બાદ હવે MS ધોની ચૂંટણીમાં ઝંપલાવે તો મોટી નવાઈ નહીં, કારણ કે….

Lok Patrika Desk
By Lok Patrika Desk
DHONI
Share this Article

મહેન્દ્ર સિંહ ધોનીની લોકપ્રિયતા કોઈનાથી છુપી નથી. આ દેશના લોકો ધોની માટે ક્રેઝી છે તેઓ તેની એક ઝલક મેળવવા માટે કંઈ પણ કરી શકે છે. તેની ઓળખ આઈપીએલની તમામ મેચો છે. તાજેતરમાં જ, ચેન્નાઈએ ધોનીની કપ્તાનીમાં IPL-2023 જીત્યું અને ફરી એકવાર ધોનીના ચાહકોની ખુશીનો પાર રહ્યો નહીં. હવે ધોનીના ચાહકોએ બીજી ઈચ્છા રાખી છે. આ ચાહકો ઈચ્છે છે કે ધોની હવે રાજકારણમાં આવે. એટલું જ નહીં ધોનીના સાથી ખેલાડી રવિન્દ્ર જાડેજાના નામનો પણ રાજકારણમાં ઉપયોગ થઈ રહ્યો છે.

ધોની જે મેદાન પર રમે છે ત્યાં પીળો સમુદ્ર દેખાય છે. પ્રશંસકો ચેન્નાઈની પીળી જર્સી પહેરીને આવે છે અને મેદાન પર માત્ર ધોની-ધોનીના નામનો જ પડઘો સંભળાય છે. હવે આ પડઘો ટ્વીટર પર પણ સંભળાઈ રહ્યો છે અને આ વખતે આ પડઘા પાછળનો અર્થ એ છે કે ધોનીને રાજકારણના મેદાનમાં કૂદતો જોવાનો.

DHONI

‘તમિલનાડુમાંથી ચૂંટણી લડો’

IPLની શરૂઆતથી જ ધોની ચેન્નાઈની ટીમ સાથે જ રમી રહ્યો છે. ચેન્નાઈ તમિલનાડુની રાજધાની છે. આવી સ્થિતિમાં, ધોની માત્ર ચેન્નાઈમાં જ નહીં પરંતુ સમગ્ર તમિલનાડુમાં પ્રખ્યાત છે અને અહીં તેને થાલા તરીકે ઓળખવામાં આવે છે. તમિલનાડુના કેટલાક ચાહકોએ ટ્વિટ કર્યું છે કે ધોનીએ તમિલનાડુમાંથી લોકસભાની ચૂંટણી લડવી જોઈએ. તે જ સમયે, એક યુઝરે ધોનીને વડાપ્રધાન પદ માટે ચૂંટણી લડવાનું પણ કહ્યું છે.

જાડેજાને ભાજપના નેતા જણાવ્યું હતું

આ સાથે જ એક બીજી વાત સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. છેલ્લા બે બોલ પર પોતાના બેટથી ચેન્નાઈને જીતાડનાર રવીન્દ્ર જાડેજાને ભાજપનો કાર્યકર કહીને ભાજપ કાર્યકર ચેન્નાઈ જીતી ગયો હોવાનું કહેવાય છે. જાડેજાના પત્ની રીવાબા, જોકે, ભાજપ સાથે સંકળાયેલા છે અને પાર્ટીની ટિકિટ પર જામનગર ઉત્તરમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જેમાં તેઓ જીત્યા હતા.

આ પણ વાંચો

Big Breaking: ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં દીકરીઓએ ડંકો વગાડ્યો, જાણો કેટલું પરિણામ આવ્યું, કેટલા પાસ કેટલા નાપાસ

OMG! રાહુલ ગાંધી અમેરિકા પહોંચ્યા, એરપોર્ટ પર 2 કલાક સુધી રાહ જોવી પડી, કહ્યું- હું હવે સાંસદ નથી એટલે…

આજે છે વર્ષની સૌથી મોટી અકાદશી, જાણો શુભ મૂહુર્ત, પુજા વિધી અને કથા, આવું કરવાથી થશે આજીવન પૈસાનો વરસાદ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર તમિલનાડુ બીજેપી ચીફ કે અન્નામલાઈએ કહ્યું છે કે બીજેપી કાર્યકર જાડેજાએ ચેન્નાઈ જીતી છે. તમિલનાડુ બીજેપી તરફથી એક ટ્વીટ આવ્યું છે, જેમાં અન્નામલાઈનું નિવેદન આપવામાં આવ્યું છે.તેમનું નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે ચેન્નાઈની આઈપીએલ જીત બાદ સોશિયલ મીડિયા પર એવી વાતો ચાલી રહી છે કે ચેન્નાઈની જીત એ ગુજરાત મોડલ પર દ્રવિડિયન મોડલની જીત છે.


Share this Article
TAGGED: , ,