Gujarat News: બોલીવુડની મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્મને પણ ટક્કર મારે તેવો કેસ અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં ચાલી ગયો. 17 વર્ષની ઉમંરે બોગસ માર્કશીટના આધારે વિદ્યાર્થીએ મેડિકલમાં પ્રવેશ મેળવી લીધો અને ડોકટર પણ બની ગયો. એટલું જ નહી, આખી જીંદગી ડોકટર તરીકે પ્રેકટીસ પણ કરી અને આજે આ આરોપી ડોકટર 60 વર્ષનો થયો ત્યારે બનાવના 43 વર્ષો બાદ એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ પવનકુમાર એમ.નવીને આખરે એક દાખલારૂપ ચુકાદા આપ્યો.
તમને જણાવી દઈએ કે આરોપી ઉત્પલ અંબુકુમાર પટેલને ત્રણ વર્ષેની સજા અને દસ હજાર રૂપિયા દંડ ફટકારતો મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં આરોપી ડોકટરના ગુનાહિત કૃત્યને લઈ બહુ ગંભીર અવલોકનો અને નીરીક્ષણો પણ કર્યા હતા.
ચક્ચારભર્યા અને કંઈક રસપ્રદ એવા આ કેસમાં રાજય સરકાર તરફથી અધિક સરકારી વકીલ પી.વી.પ્રજાપતિએ ટ્રાયલ દરમ્યાન આરોપી ડોકટરને મહત્તમ્ સજા કરવા દલીલો કરતાં જણાવ્યું કે, શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને સીએન વિદ્યાલયમાં અભ્યાસ કરતાં આરોપ ઉત્પલ અંબુકુમાર પટેલ 17 વર્ષની ઉમંરે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 800માંથી 398માર્કસ સાથે 49 ટકા મેળવ્યા હતા.
જેથી તેને કોઈપણ સંજોગોમાં એમબીબીએસમાં પ્રવેશ મળે તેમ ન હતો પરંતુ આરોપીને કોઈપણ ભોગે મેડિકલમાં જવું હોઈ તેણે 800થી 547 માર્કસ સાથે 68 ટકા આવ્યાની બોગસ માર્કશીટ સહિતના દસ્તાવેજો બનાવ્યા હતા અને તેના આધારે બી.જે.મેડિકલમાં તા. 28-07-1980ના રોજ ગેરકાયદે રીતે પ્રવેશ પણ મેળવી લીધો હતો. બાદમાં સમગ્ર કૌભાંડની હકીકત ધ્યાનમાં આવતાં તેની ખરાઈ, તપાસ અને આરોપીને નોટિસ-ખુલાસાની પ્રક્રિયા બાદ તા.07-07-1991ના રોજ તેની વિરૂધ્ધ શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સરકારપક્ષ તરફથી કોર્ટને ભારપૂર્વક જણાવાયું કે, આરોપી ડોકટરે બનાવટી માર્કશીટના આધારે મેડિકલમાં પ્રવેશ મેળવ્યો છે અને ખોટી રીતે ડોકટરની પદવી મેળવી આખી જીંદગી મેડિકલ પ્રેકટીસ કરી છે. હાલ પણ આરોપી અને સમાજ વિરોધી ગુનામાં જો અદાલત દ્વારા આરોપી પરત્વે હળવાશ દાખવાય તો સમાજમાં વિપરીત અસરો પડશે અને આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા તત્વોને મેડિકલ પ્રેકટીશનર તરીકે ચાલુ જ છે.
આરોપીના આ ગંભીર ગુનાહિત કૃત્યના કારણે અન્ય આશાસ્પદ અને મેડિકલમાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીની બેઠક છીનવાઈ ગઈ છે અને બીજા કોઇની કારકિર્દી પર તરાપ વાગી છે. આવા શિક્ષણ વિરોધી પ્રોત્સાહન મળશે, તેથી કોર્ટે આરોપી ઉત્પલ અંબૂકુમાર પટેલને મહત્તમ સજા ફટકારવી જોઈએ. સરકારપક્ષની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી ડોકટર ઉત્પલ અંબુકુમાર પટેલને ત્રણ વર્ષની સજા ફટકારી હતી.
Breaking News: દિલ્હી દારૂ કાંડમાં અરવિંદ કેજરીવાલને વધુ એક સમન્સ, EDએ 5મી વખત પૂછપરછ માટે બોલાવી
તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યકિત જો સમાજમાં આ પ્રકારનું આચરણ કરે તો અન્ય લોકો પણ આો ગુનો કરવા પ્રેરાય. આરોપીનું ગુનાહિત કૃત્ય સમાજ વિરૂધ્ધનું છે અને આવા કૃત્યના કારણે સમાજમાં અન્ય લોકો પણ તેનું પુનરાવર્તન ના કરે તે જોવાની અદાલતની ફરજ છે આમ કહી કોર્ટે આરોપી ડોકટરને પ્રોબેશનનો લાભ આપવાની માંગ ફગાવી દીધી હતી અને તેને સબક સમાન સજા ફટકારી હતી.