Politics News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસના સંદર્ભમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને 3 જાન્યુઆરીએ હાજર થવા માટે નવું સમન્સ જારી કર્યું છે. આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલને મોકલવામાં આવેલી આ ત્રીજી નોટિસ છે, અગાઉ તેમને 2 નવેમ્બર અને 21 ડિસેમ્બરે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમણે એજન્સી સમક્ષ હાજર થવાનો ઇનકાર કર્યો હતો.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં વિપશ્યના માટે ગયા છે. બીજા સમન્સ પર હાજર થવાનો ઇનકાર કરતા, કેજરીવાલે કેસના તપાસ અધિકારીને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેમની સામે જારી કરાયેલ વ્યક્તિગત હાજરી માટેની નોટિસ “કાયદા અનુસાર નથી” અને તેને પાછી ખેંચી લેવી જોઈએ. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ કેજરીવાલને નવા સમન્સ પર પ્રતિક્રિયા આપતા તેને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યું છે.
આ વખતે પણ કેજરીવાલ હાજર ન હોય તો શું થઈ શકે?
1- જો અરવિંદ કેજરીવાલ ત્રીજા સમન્સ છતાં ED સમક્ષ હાજર ન થાય તો એજન્સી તેમની સામે વોરંટ માટે વિશેષ અદાલતનો સંપર્ક કરી શકે છે.
2- જો કેજરીવાલ આ વખતે પણ એજન્સી સમક્ષ હાજર નહીં થાય તો તે તપાસમાં અસહકારનું કારણ બની શકે છે.
3- ED કલમ 19માં આપવામાં આવેલી સત્તા હેઠળ તેમની ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરી શકે છે.
4- જો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઇચ્છે તો તે અરવિંદ કેજરીવાલ સાથે સંબંધિત તમામ જગ્યાઓ પર પણ સર્ચ કરી શકે છે.
5- જો કે, અરવિંદ કેજરીવાલ પાસે અલગ-અલગ આધારો પર EDના આ સમન્સને કોર્ટમાં પડકારવાનો વિકલ્પ છે.
ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ
હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો
શું છે AAPનું સ્ટેન્ડ?
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં AAP નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘દરેક વ્યક્તિ જાણે છે કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિપશ્યનામાં છે. ED એ પણ સારી રીતે જાણે છે કે તેમને (કેજરીવાલ)ને સમન્સ ન પાઠવી શકાય કારણ કે જ્યારે તેઓ 10 દિવસ સુધી વિપશ્યનામાં હોય છે અને આ દરમિયાન તેમની પાસે વાતચીતનું કોઈ સાધન નથી.’ AAP નેતાએ કહ્યું, ‘આ સમન્સ ‘કાયદાકીય પ્રક્રિયાને બદલે કેન્દ્ર સરકારના રાજકીય વલણ હોવાનું જણાય છે.