હવે આ રાજયમાં ખુલ્લેઆમ જામ પર જામ છલકશે, ઓફિસમાં હવે કર્મચારી દારુ પી શકશે, બદલી ગયા સરકારના નિયમો

Lok Patrika Desk
By Lok Patrika Desk
HARYANA
Share this Article

તાજેતરમાં જ હરિયાણાની ખટ્ટર સરકારે એક્સાઇઝ પોલિસીમાં ફેરફાર કર્યો છે. નવી નીતિ હેઠળ રાજ્ય સરકારે ઓફિસમાં દારૂ પીરસવાની પરવાનગી આપી છે. આ અંતર્ગત હવે કર્મચારીઓ ઓફિસમાં દારૂ પી શકશે. જો કે, આ છૂટ માત્ર એવા પીણાં માટે છે જેમાં આલ્કોહોલ ઓછો હોય છે.

આ નિયમો 12 જૂનથી લાગુ થશે. આબકારી નીતિ 2023-24 હેઠળ, રાજ્યભરમાં આવેલી મોટી કોર્પોરેટ ઓફિસોમાં બીયર, વાઇન અને રેડી-ટુ-ડ્રિંક જેવા લો-વોલ્યુમ આલ્કોહોલિક પીણાં પીરસવાનું શક્ય બનશે. ઓછામાં ઓછા 5,000 કર્મચારીઓ ધરાવતી કોર્પોરેટ ઓફિસમાં બીયર, દારૂ અને રેડી-ટુ-ડ્રિંક પીણાંને મંજૂરી આપવામાં આવશે.

HARYANA

લાયસન્સ માટે કંપનીઓએ વાર્ષિક 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે

પોલિસી મુજબ, કોર્પોરેટ ઓફિસમાં ઓછી માત્રામાં આલ્કોહોલિક પીણાંના વપરાશ માટે લાઇસન્સ (L-10F) આપવામાં આવશે. 1 લાખ ચોરસ ફૂટથી વધુ કવર્ડ વિસ્તાર ધરાવતી ઓફિસો લાઇસન્સ લઈ શકે છે. આ માટે કંપનીઓએ વાર્ષિક 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે.

તાજેતરમાં, હરિયાણા કેબિનેટે નવી આબકારી નીતિ 2023-24ને મંજૂરી આપી હતી. તમને જણાવી દઈએ કે હરિયાણા કેબિનેટે મંગળવારે નવી આબકારી નીતિ 2023-24ને મંજૂરી આપી છે, જેના હેઠળ રિટેલ પરમિટ ફી લાગુ કરવામાં આવી છે અને સરકાર પર્યાવરણ અને પશુ કલ્યાણ ફંડ માટે 400 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. દેશી દારૂ અને IMFL પરની એક્સાઈઝ ડ્યુટીના દરોમાં પણ નજીવો વધારો થયો છે.

HARYANA

મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક બાદ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે સરકાર પર્યાવરણ અને પશુ કલ્યાણ ‘ગૌ સેવા’ માટે 400 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. એક અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પર્યાવરણને અનુકૂળ પગલા તરીકે, નવી નીતિનો હેતુ 29 ફેબ્રુઆરી, 2024 પછી દારૂની બોટલિંગમાં PET બોટલનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવાનો છે.


Share this Article
TAGGED: , ,