IND vs WI: ગમે તેટલા સિક્સર ફટકાર્યા પણ રિંકુ સિંહને તક ન મળી, ચાહકોએ ગુસ્સે થઈને BCCI પાસે કરી આ માંગ

Desk Editor
By Desk Editor
Share this Article

Fans Reaction After Selectors Ignore Rinku Singh : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના મુખ્ય પસંદગીકાર તરીકે નિમણૂક સાથે, અજીત અગરકરે 24 કલાકની અંદર પોતાની જવાબદારી નિભાવવાનું શરૂ કર્યું. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર યોજાનારી 5 મેચની T20 શ્રેણી માટે 5 જુલાઈની રાત્રે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી હતી.પ્રશંસકોને આશા હતી કે રિંકુ સિંહને પણ આમાં સ્થાન મળશે, પરંતુ તેને ટીમમાં સ્થાન ન મળતાં બધાને આશ્ચર્ય થયું હતું.

ટેસ્ટ અને વન ડે ટીમની જાહેરાત બાદથી સતત એવી ચર્ચા ચાલી રહી હતી કે, ટી-20 ટીમમાં કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવશે. તેમાં રિંકુ સિંહનું નામ સૌથી આગળ હતું. આઇપીએલની 16મી સિઝનમાં રિંકુનું પ્રદર્શન જોયા બાદ ઘણા પૂર્વ ખેલાડીઓએ એમ પણ કહ્યું હતું કે, તે ટીમ ઇન્ડિયા તરફથી રમવાનો હકદાર છે. આવી સ્થિતિમાં પસંદગીકારોએ તેમને નજરઅંદાજ કરવાના નિર્ણયને કારણે સોશિયલ મીડિયા પર ચાહકોનો ગુસ્સો સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

આઇપીએલની 16મી સિઝન દરમિયાન કોલકાતા નાઇટ રાઇડર્સ (કેકેઆર) ટીમનો ભાગ રિંકુ સિંહે 14 મેચમાં 59.25ની એવરેજથી 474 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 149.52ની રહી હતી. આખી સિઝન દરમિયાન તે ટીમ માટે મિડલ ઓર્ડરમાં ફિનિશર બેટ્સમેનની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. પસંદગીકારોએ તિલક વર્મા અને યશસ્વી જયસ્વાલને તક આપી છે પરંતુ હજુ સુધી રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવાની તક આપી નથી.

 

જાવ મોજ કરો: પેટ્રોલ પર કેન્દ્રીય મંત્રી ગડકરીની મોટી જાહેરાત, 15 રૂપિયા પ્રતિ લિટરમાં મળવા લાગશે પેટ્રોલ

પેશાબ કાંડના આરોપી પ્રવેશ શુક્લાના ઘર પર બુલડોઝર ચાલશે, નરોત્તમ મિશ્રાએ આપ્યો સણસણતો જવાબ

અકસ્માતના સમાચાર વચ્ચે શાહરૂખ ખાન ભારત પરત ફર્યો, સર્જરી બાદ ન તો પાટો કે ન તો ટાંકા દેખાયા

 

રિંકુ સિંહ ડોમેસ્ટિક ક્રિકેટમાં સારો દેખાવ કરી રહ્યો છે

રિંકુ સિંહની વાત કરવામાં આવે તો તે માત્ર આઇપીએલમાં જ નહીં પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ છેલ્લી કેટલીક સિઝનથી શાનદાર પ્રદર્શન કરતો જોવા મળી રહ્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેણે અત્યાર સુધી 41 મેચમાં 58.38ની એવરેજથી 2919 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 19 અડધી સદી સામેલ છે.

 

 

 


Share this Article