ભયંકર બિમારીએ ભારતના આંગણે દસ્તક દીધી, 2 કરોડ લોકોના મોતની આશંકા, જો અત્યારથી ધ્યાન નહીં રાખ્યું તો સમજો ગયાં

Lok Patrika Desk
Lok Patrika Desk
3 Min Read
VIRUS
Share this Article

કોવિડ 19 કરતા પણ વધુ ઘાતક વાયરસની ચેતવણી કોણ આપે છેઃ કોરોના મહામારી બાદ હવે વિશ્વ પર એક નવો ખતરો તોળાઈ રહ્યો છે. ડબ્લ્યુએચઓ ચીફ ડો. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે કહ્યું છે કે આગામી રોગચાળો કોવિડ કરતા પણ વધુ ખતરનાક હોઈ શકે છે. જિનીવામાં પોતાની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે દુનિયાને આ નવા ખતરાની ચેતવણી આપી છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના હજુ સંપૂર્ણ રીતે ખતમ નથી થયો અને દુનિયા સામે ગમે ત્યારે નવું સંકટ આવી શકે છે. જ્યારે આ પહેલા 5 મેના રોજ WHOએ જાહેરાત કરી હતી કે કોરોના હવે ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી નથી. તેનું કારણ ઝડપથી ઘટતા સક્રિય કેસ અને મૃત્યુના આંકડા હોવાનું કહેવાય છે.

VIRUS

બે કરોડ લોકોના જીવ જોખમમાં!

ભારતમાં કોરોનાની બીજી મોટી લહેર દરમિયાન, કોરોનાના કારણે થયેલા મોતને લઈને હોબાળો મચ્યો હતો. ત્યારથી દરેક લોકો પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા કે તેઓ મૃત્યુનું આવું દ્રશ્ય ફરી ક્યારેય ન જુએ. આવી સ્થિતિમાં તાજેતરમાં આવેલા નવા રોગચાળાના એલર્ટે ફરી એકવાર લોકોની ચિંતા વધારી દીધી છે. WHOનું કહેવું છે કે કોરોના મહામારીના કારણે 3 વર્ષમાં વિશ્વભરમાં લાખો લોકોના મોત થયા છે. પરંતુ હવે નવી મહામારી એટલે કે જે રોગની આગાહી કરવામાં આવી છે તેની સામે આ આંકડો નાનો હોઈ શકે છે.

નામ અને ઓળખ હજુ નક્કી નથી

વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જારી કરાયેલા રોગચાળાનું નામ અને ઓળખ હજુ નક્કી કરવામાં આવી નથી. પરંતુ જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી વૈશ્વિક સંસ્થા તરફથી ચેતવણી આવે છે, ત્યારે તે ખરેખર ચિંતાનો વિષય બની જાય છે.

VIRUS

શું આ દંતકથા તૂટી જશે?

ઈતિહાસ સાક્ષી છે કે છેલ્લી કેટલીક સદીઓથી દુનિયામાં દર 100 વર્ષે કોઈને કોઈ રોગચાળો આવે છે. પ્લેગ વર્ષ 1720 માં ફેલાયો હતો, જેમાં લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 1820માં એશિયા મહાદ્વીપમાં કોલેરા ફેલાયો, તેમાં પણ લગભગ એક લાખ લોકો મૃત્યુ પામ્યા. આ પછી 1920ની આસપાસ સ્પેનિશ ફ્લૂના કારણે કરોડો લોકોના મોત થયા હતા. 100 વર્ષ પછી પણ વર્ષ 2020માં કોરોના મહામારી આવી અને આખી દુનિયા લોકડાઉન થઈ ગઈ. આવી સ્થિતિમાં હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ચેતવણી બાદ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ સંયોગ કે દંતકથા કે દર 100 વર્ષે મહામારી આવે છે તે તૂટી જશે. તે જ સમયે, ફરી એકવાર લોકોને લોકડાઉનનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો

51 અધિકારી-કર્મચારી સામે તાબડતોડ તપાસના આદેશથી ગુજરાતના ક્લાસ-1 અધિકારીઓ ફફડી ગયા, જાણો શું છે મોટો મામલો

હે ભગવાન આ શું! માતાએ બરબાદ કરી નાખ્યું દિકરીનું લગ્ન જીવન, 22 વર્ષથી ચાલતા સાસુ-જમાઈના અફેરનું રહસ્ય ખૂલ્યું

ગરમીથી મોટી રાહત: હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

રોગચાળો શું છે?

જ્યારે કોઈ રોગ વિવિધ દેશોમાં ફેલાય છે, ત્યારે તે રોગચાળાનું સ્વરૂપ લે છે. ડબ્લ્યુએચઓ અનુસાર, જ્યારે કોઈ રોગ બે શરતો પૂરી કરે છે ત્યારે તેને રોગચાળો કહી શકાય. પ્રથમ- જ્યારે તે રોગ એક દેશથી બીજા દેશમાં ફેલાય છે, ત્યારે તે રોગચાળાનું લક્ષણ છે અને બીજું- તે રોગને લગતા તમામ લક્ષણો દર્દીમાં દેખાવા જોઈએ.


Share this Article
Leave a comment