Big Breaking: ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મોત, ચોકાવનારા આંકથી કરોડો ગુજરાતીઓને ધ્રાંસકો પડ્યો, શું ચોથી લહેર આવી ગઈ?

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Corona Death: અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાને લઈ પ્રથમ મોત સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા. મહિલાને કોમોર્બિડિટીઝ હતું. કોરોનાની ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું છે.

ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ દમ તોડ્યો હતો. અમદાવાદ શહેરમાં નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કોરોનાને લઈ પ્રથમ મોત સામે આવ્યું છે. દરિયાપુર વિસ્તારમાં રહેતા 82 વર્ષીય વૃદ્ધાનું કોરોનાને કારણે મોત થયું છે. મહિલા દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા.

હાલ તો તોરોનના નવા વેરિયન્ટની એન્ટ્રીથી કોરોનાના કેસમાં વધારો થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. અમદાવાદના આરોગ્ય સેન્ટરમાં કોવિડના ટેસ્ટ માટે આદેશ અપાયા છે. શંકાસ્પદ દર્દીઓના રેપિડ ટેસ્ટ કરવાની આરોગ્ય કેન્દ્રમાં શરૂઆત થઈ છે.

અમદાવાદમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા

અમદાવાદમાં હાલ કોરોનાના 35થી વધુ એક્ટિવ કેસ છે. અમદાવાદીઓએ સાવચેત રહેવાની જરૂર છે. શરદી-ખાંસી અને તાવ આવ્યો હોય તેવા દર્દીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે.

બીમાર લોકોએ આ સાવચેતી રાખવી પડશે

 

 

ડોકટરોનું કહેવું છે કે શિયાળામાં ઉધરસ અને શરદી દરમિયાન આ પ્રકારથી બચવા માટે સ્વચ્છતા જાળવવી જરૂરી છે. પહેલાની જેમ, આને રોકવા માટેના અસરકારક પગલાંઓ ચાલુ રાખવા જોઈએ જેમ કે વારંવાર હાથ ધોવા અને શાળા અથવા કામ પરથી રજા લેવી. બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને સાવધાન રહેવાની સલાહ આપતાં ડોક્ટરોએ કહ્યું છે કે આ સિવાય ડાયાબિટીસ, બ્રોન્કાઇટિસ કે અસ્થમા, હાર્ટ અને કેન્સરના દર્દીઓએ ઘરની બહાર નીકળતી વખતે વધારે સાવધાની રાખવી જોઈએ.

વિપક્ષ મૂંઝવણમાં… I.N.D.I.A ગઠબંધન રામ મંદિર જશે કે નહીં? ભાજપે કર્યો કટાક્ષ, રાહુલ ગાંધીને આમંત્રણ મળ્યું નથી?

પ્રધાનમંત્રી મોદી એકમાત્ર એવા વિશ્વ નેતા, જેમની યુટ્યુબ ચેનલ પર 2 કરોડ સબસ્ક્રાઇબર્સ પૂર્ણ થયા હોય

લગ્ન ઘણા જોયા હશે પણ આવા નહીં, કન્યાએ વરરાજા પાસેથી માંગી લીધો રોડ, તાત્કાલિક તંત્રએ ઓર્ડર આપ્યો

AMCના તમામ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ કીટનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો આગામી દિવસમાં RTPCR ટેસ્ટની પણ શરૂઆત કરવામાં આવશે. કોરોનાના કેસ નોંધાતા WHOએ પણ ચિંતા વ્યક્ત કરી છે. વૈશ્વિક સ્તરે કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે. શિયાળામાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકા છે.


Share this Article