હવામાન વિભાગે ધ્રુજાવી મૂક્યા, ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદનો ખતરો, ચારેબાજુ તૌકતે જેવી તબાહીના એંધાણ!

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

આ વર્ષે ભારતમાં માર્ચ મહિનો શરૂ થતાની સાથે જે આકરી ગરમી શરૂ થઈ ગઈ છે. બીજી તરફ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, ગુજરાત અને રાજસ્થાનમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર આ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ભારે પવન સાથે કેટલાક સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા પણ જોવા મળી શકે છે. આ અગાહી બાદ સમગ્ર દેશના ખેડૂતો મોટી ચિંતામા મૂકાયા છે.

ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના

IMD અનુસાર ઉત્તર મહારાષ્ટ્ર, દક્ષિણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં શનિવારથી આવતા મંગળવાર એટલે કે 4 થી 7 માર્ચ સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 થી 6 માર્ચ દરમિયાન પશ્ચિમ મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. પૂર્વ મધ્ય પ્રદેશમાં 5 અને 6 માર્ચે અને વિદર્ભમાં 5 થી 7 માર્ચ દરમિયાન વરસાદ અને વાવાઝોડાનો પ્રકોપ જોવા મળી શકે છે. જ્યારે આગામી 3 દિવસ દરમિયાન ઉત્તરપશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં મજબૂત સપાટીના પવનો (20-30 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવાની) શક્યતા છે.

વાવાઝોડાની સંભાવનાઓને જોતા અપાયુ એલર્ટ  

આ વાવાઝોડાની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને IMD એ શનિવારે પશ્ચિમ મધ્ય પ્રદેશ પર રવિવારે સમગ્ર MP અને સોમવારે અને મંગળવારે પૂર્વ મધ્યપ્રદેશ અને વિદર્ભ પર યલો એલર્ટ  જારી કર્યુ છે. હવામાન વિભાગની એડવાઈઝરીમાં, આ સ્થળોના રહેવાસીઓને સ્થાનિક હવામાન પરિસ્થિતિઓથી ‘જાગૃત’ રહેવા વિનંતી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં હીટ વેવની શક્યતા વ્યક્ત કરી છે. આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર કેરળ, દક્ષિણ કોંકણ અને ગોવામાં મહત્તમ તાપમાન 36-38°C (સામાન્ય કરતાં 3-5°C) વચ્ચે રહેવાની શક્યતા છે.

BIG BREAKING: રાત્રે 2 વાગ્યે શાહરૂખના ઘર મન્નતની દિવાલ કૂદીને છેક ત્રીજા માળે પહોંચી ગયા સુરતના 2 યુવકો, સુરક્ષામાં મોટી ચૂક

2014થી 2023 સુધી… એલપીજી સિલિન્ડરના ભાવમાં આટલો મોટો ભડકો, તમને ખબર પણ ન પડી, જાણીને ચોંકી ન જતાં

તમને ખબર છે ક્યાં થઈ’તી રાધિકા-અનંતની સગાઈ? નાથદ્વારામાં સમારંભની અંદરની તસવીરો સામે આવતાં વાયુવેગે વાયરલ

આ બાદ 5 માર્ચથી આ વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં લગભગ 2 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણા છે. જો કે IMD અપેક્ષા રાખે છે કે આગામી બે દિવસ દરમિયાન મધ્ય ભારતમાં દિવસના તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. પરંતુ આ પછી તાપમાન લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે. જ્યારે પશ્ચિમ ભારતમાં આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. આ પછી તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય તેવી શકયતા છે.


Share this Article