એલાવ કંઈક તો શરમ કરો, અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં જમાવ્યો જુગારનો અખાડો, પોલીસ ત્રાટકી, 89 લોકો, 150 ફોન જપ્ત

Lok Patrika
By Lok Patrika
Share this Article

આખરે આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે એ જ નથી સમજાતું. કાલે રાજકોટમાં લગ્ન પ્રસંગમાં દારુ પીરસાયો હતો તો વળી આજે અમદાવાદ લગ્નમાં જુગાર ધામ ચાલતું હતું અને પોલીસે એના પર આકરી કાર્યવાહી કરી હતી. વાત જાણે કે એમ છે કે અમદાવાદના એલિસબ્રિજ પોલીસે લગ્નપ્રસંગ દરમિયાન જુગાર રમતા 89થી વધુ લોકોની અટકાયત કરી છે અને હવે આ સમાચાર આગની જેમ ફેલાઈ ગયા છે.

આ કેસમાં ન માત્ર આરોપીઓ પણ સાથે સાથે 35થી વધુ વાહનો અને 150થી વધુ મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા છે. આ બધી જ રેડ બાતમીના આધારે પડી હોવાનું માનવામાં આવે છે. અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લગ્ન પ્રસંગ દરમિયાન એક જગ્યાએ જુગાર ચાલી રહ્યો હતો અને પોલીસની ટીમ ત્યારે જ ત્રાટકી હતી. આ દરમિયાન પોલીસે જુગાર રમતા 89થી વધુ જુગારીઓની અટકાયત કરીને એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું છે કે જે પણ આવી ગુના સાથે સંડોવાયેલા હશે એને છોડવામાં નહીં આવે.

જ્યારે જુગારધામ ચાલતુ હતું એ આ દરમિયાન પોલીસને જોઈને જુગારીઓમાં ભાગદોડ મચી હતી. જોનારા પણ વિચારમાં પડી ગયા કે આ લગ્નમાં વળી કેવી દોડધામ મચી ગઈ. પોલીસે સ્થળ પરથી 89થી કરતા વધારે જુગારીઓને જુગાર રમતા રંગેહાથ જ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ જુગારીઓની અટકાયત કરીને તેમની પાસેથી 150થી વધુ મોબાઈલ ફોન કબજે લીધા હતા અને તમામને એલિસબ્રિજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. આ અંગે માહિતી આપતા પોલીસ કર્મી અશ્વિન બારોટે પણ વાત શેર કરી છે.

હા યાર, અદાણી પાસે તો પૈસા છે, અદાણી પોર્ટે 1500 કરોડ રૂપિયાનું દેવુ ચૂકવી દીધું અને કહ્યું- 1000 કરોડ ટૂંક સમયમાં જ આપી દઈશું

ઓહ બાપ રે, સોનુ નિગમ સાથે ચાલુ શોએ મારપીટ, ઉદ્ધવ જૂથના ધારાસભ્યના પુત્રએ કર્યો કાંડ, મારામારીનો વીડિયો વાયરલ

જો મુગલોના નામે ટ્રેન ચાલે તો રામના નામે પણ ચાલવી જોઈએ, આ શ્રી રામનો દેશ છે… ધીરેન શાસ્ત્રીના ચારેકોર વખાણ

પોલીસ કર્મીનું કહેવું છે કે કાલે રાત્રે હું મારી ફરજ પર હતો. આ દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ તરફથી માહિતી મળતા એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો સ્ટાફે લગ્નપ્રસંગ દરમિયાન ચાલી રહી રહેલા જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો. આ દરમિયાન લગ્ન સ્થળે ત્રીજા માળે કન સિસ્ટમથી મોટો જુગાર ચાલી રહ્યો હતો. અમે તો એ જોઈને જ ચોંકી ગયા કે 2 કે 5 નહીં પરંતુ 89 કરતા વધારે લોકો લગ્ની મોજ સાથે સાથે જુગાર રમી રહ્યા હતા. હાલમાં આગળની તપાસ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly