Business News: સોનાના ભાવમાં વધારો પહેલાથી જ ચાલી રહ્યો હતો, હવે વૈશ્વિક તણાવને કારણે સોનાના ભાવ વધવા લાગ્યા છે. મંગળવાર 16 એપ્રિલ, 2024ના રોજ, દિલ્હી એનસીઆરના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 73,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામની તેની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી. અગાઉ રેકોર્ડ ઊંચી કિંમત રૂ. 73,300 હતી, જે 12 એપ્રિલે બુલિયન માર્કેટમાં જોવા મળી હતી. અમદાવાદમાં આજે એક તોલા સોનાનો ભાવ 75,480 રૂપિયા બોલાઈ રહ્યા છે.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ વચ્ચે મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ નવા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા હતા. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, મંગળવારે દિલ્હી એનસીઆરમાં સોનાના ભાવ રૂ. 700 વધીને રૂ. 73,750 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયા હતા. સોમવારે સોનું 73,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીનો ભાવ રૂ. 800 વધીને રૂ. 86,500 પ્રતિ કિલોના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
સોના અને ચાંદીના ભાવમાં વધારા અંગે એચડીએફસી સિક્યોરિટીઝના કોમોડિટી રિસર્ચ એનાલિસ્ટ સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, વિદેશી બજારોના સકારાત્મક સંકેતોને ધ્યાનમાં રાખીને દિલ્હીના બજારોમાં સોનાની કિંમત 73,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે, જે અગાઉના બંધ ભાવ કરતાં 700 રૂપિયા વધુ છે. આંતરરાષ્ટ્રીય બજાર કોમેક્સમાં સોનું પ્રતિ ઔંસ $2,370 પર ટ્રેડ થઈ રહ્યું છે, જે અગાઉના બંધ ભાવ કરતાં $15 વધુ છે.
નિષ્ણાતોનું કહેવું છે કે ઈરાન દ્વારા ઈઝરાયેલ પરના હુમલા બાદ રોકાણકારો સુરક્ષિત એસેટ ક્લાસમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. તેથી સોનાની માંગ વધી છે જેના કારણે સોનાના ભાવ વધી રહ્યા છે. એમસીએક્સ પર, સોનું રૂ. 72,626 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે દિવસ દરમિયાન રૂ. 72,927 પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મ ગોલ્ડમેન સૅક્સે તેના રિસર્ચ રિપોર્ટમાં કહ્યું છે કે, ચાલુ વર્ષના અંત સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 2700 ડૉલર પ્રતિ ઔંસ સુધી જઈ શકે છે. મતલબ કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઉછાળો આવવાની શક્યતાઓ છે.