Business news: તાજેતરમાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. હવે સોનાની કિંમત નીચે આવી રહી છે. થોડા દિવસો પહેલા સુધી સોનાની કિંમત 59,000 રૂપિયા અને 60,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઉપર હતી અને આજે સોનાની કિંમત 58600 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસના સ્તરે આવી ગઈ છે. સોના અને ચાંદી બંને ધાતુના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે.
એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવ ઘટ્યા
MCX પર સોનાના ભાવ હજુ પણ ઘટી રહ્યા છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 0.04 ટકા ઘટીને 58675 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર પહોંચી ગઈ છે. આ સિવાય ચાંદીની કિંમત 0.51 ટકા ઘટીને 71780 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે છે.
વૈશ્વિક બજારમાં સોનું અને ચાંદી સસ્તા
વૈશ્વિક બજારમાં ભાવની વાત કરીએ તો અહીં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. કોમેક્સ પર સોનાના વાયદાની કિંમત 0.24 ટકા એટલે કે $4.460 ઘટી છે અને તે $1,932.00 પ્રતિ ઔંસના સ્તરે છે. આ સિવાય ચાંદીની કિંમત 0.66 ટકા અથવા $0.15 ઘટીને $23.23 પ્રતિ ઔંસ પર છે.
22 કેરેટ સોનાની કિંમત
આજે દેશની રાજધાનીમાં 22 કેરેટ સોનાની કિંમત 54,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. આ સિવાય મુંબઈમાં 54,750 રૂપિયા, ગુરુગ્રામમાં 54,900 રૂપિયા, કોલકાતામાં 54,750 રૂપિયા, લખનૌમાં 54,900 રૂપિયા અને જયપુરમાં 54,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે.
રામ મંદિર પર ભયંકર ભૂકંપની પણ અસર નહીં થાય, આ ખાસ ટેક્નોલોજીથી તમને 24 કલાક પહેલા જ બધી ખબર પડી જશે
ગઈકાલે પણ બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો
ગઈકાલે સવારે પણ સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે પણ બંને ધાતુઓ ઘટાડા સાથે ખુલી હતી.