Gold Price Today: ગઈકાલે સોનાની ચમકમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો અને તે રૂ. 63,000 પ્રતિ 10 ગ્રામના ઐતિહાસિક સ્તરને વટાવીને રૂ. 63,500 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગયો હતો. આજે એટલે કે ગુરુવારે 30 નવેમ્બર 2023ના રોજ સોનાની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે 21 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે 62,584 રૂપિયાના સ્તર પર છે. ગઈ કાલે ફ્યુચર્સ માર્કેટ એટલે કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોનું રૂ. 62,605 પર બંધ થયું હતું. દેશમાં લગ્નની સિઝન ચાલી રહી છે, તેથી સોનાના ભાવમાં વિક્રમી વધારાની સીધી અસર ઘરેણાં ખરીદવાનું વિચારી રહેલા લોકોના ખિસ્સા પર પડશે.
ચાંદી રૂ.76,000ની નજીક પહોંચી
ગુરુવારે વાયદા બજારમાં સોનું નજીવા ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે ત્યારે ચાંદીની ચમક યથાવત છે. આજે ચાંદી 13 રૂપિયાના મામૂલી વધારા સાથે 75,785 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. બુધવારે એમસીએક્સ પર ચાંદી 75,772 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની કિંમત સ્થિર છે. તે $2,042.70 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ચાંદી ગઈકાલની સરખામણીમાં 0.21 ટકાના નજીવા ઘટાડા સાથે $25.020 પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી છે.
જાણો 10 શહેરમાં આજના સોનાના તાજા ભાવ
અમદાવાદ- 24 કેરેટ સોનાના એક તોલાની કિંમત્ત હાલમાં 64,580 રૂપિયા બોલાઈ રહી છે.
ચેન્નાઈ- 22 કેરેટ સોનાની કિંમત રૂ. 58,650, 24 કેરેટ સોનું રૂ. 63,980 પ્રતિ 10 ગ્રામ.
મુંબઈ- 22 કેરેટ સોનાની કિંમત 57,500 રૂપિયા, 24 કેરેટ સોનાની કિંમત 62,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
દિલ્હી- 22 કેરેટ સોનાની કિંમત 58,260 રૂપિયા, 24 કેરેટ સોનાની કિંમત 63,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
કોલકાતા- 22 કેરેટ સોનાની કિંમત 57,500 રૂપિયા, 24 કેરેટ સોનાની કિંમત 62,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
નોઈડા- 22 કેરેટ સોનાની કિંમત રૂ. 58,260, 24 કેરેટ સોનું રૂ. 63,540 પ્રતિ 10 ગ્રામ.
ઈન્દોર- 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 63,440, 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 63,440 પ્રતિ 10 ગ્રામ છે.
પુણે- 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 57,500, 24 કેરેટ સોનું રૂ. 62,730 પ્રતિ 10 ગ્રામ.
જયપુર- 22 કેરેટ સોનાની કિંમત 58,260 રૂપિયા, 24 કેરેટ સોનાની કિંમત 63,540 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
લખનૌ- 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 58,260, 24 કેરેટ સોનું રૂ. 63,540 પ્રતિ 10 ગ્રામ.
પટના- 22 કેરેટ સોનાની કિંમત રૂ. 58,160, 24 કેરેટ સોનું રૂ. 63,440 પ્રતિ 10 ગ્રામ.
જાણો 10 શહેરોના ચાંદીના નવીનતમ ભાવ-
ચેન્નાઈ- ચાંદી રૂ 82,200 પ્રતિ કિલો
મુંબઈ- ચાંદી રૂ. 79,200 પ્રતિ કિલો
દિલ્હી- ચાંદી રૂ. 79,200 પ્રતિ કિલો
કોલકાતા- ચાંદી રૂ. 79,200 પ્રતિ કિલો
પુણે- ચાંદી રૂ. 79,200 પ્રતિ કિલો
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
જયપુર- ચાંદી રૂ. 79,200 પ્રતિ કિલો
લખનૌ- ચાંદી રૂ. 79,200 પ્રતિ કિલો
પટના- ચાંદી રૂ. 79,200 પ્રતિ કિલો
નોઈડા- ચાંદી રૂ. 79,200 પ્રતિ કિલો
ઇન્દોર- ચાંદી રૂ. 79,200 પ્રતિ કિલો