ગુજરાતમાં લવ મેરેજ માટે માતા-પિતાની પરમિશન ફરજિયાતની ભુપેન્દ્ર પટેલની વાત પર દરેક નેતાનું જોરો-શોરોથી સમર્થન

Desk Editor
By Desk Editor
love marriage act
Share this Article

Gujarati News ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે જણાવ્યું હતું કે તેમની સરકાર અભ્યાસ કરશે કે લવ મેરેજ માટે માતા-પિતાની સંમતિ ફરજિયાત કરવાની જોગવાઈ બંધારણીય મર્યાદામાં રહીને કરી શકાય કે કેમ? પટેલની આ ટિપ્પણી પાટીદાર સમાજના અમુક વર્ગ દ્વારા લવ મેરેજ માટે માતા-પિતાની પરવાનગી ફરજિયાત કરવાની માંગના જવાબમાં આવી છે.

 

મહેસાણા જિલ્લામાં પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા સરદાર પટેલ ગ્રુપ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે (Rishikesh Patel) તેમને છોકરીઓને લગ્ન માટે ભગાડી જવાની ઘટનાઓનો અભ્યાસ કરવાનું સૂચન કર્યું હતું, જેથી (પ્રેમ લગ્ન માટે) માતા-પિતાની પરવાનગી ફરજિયાત હોય તેવી વ્યવસ્થા ગોઠવી શકાય.

મુખ્યમંત્રીએ કહ્યું, “(ઋષિકેશ પટેલ) એ મને છોકરીઓના અપહરણની ઘટનાઓનો અભ્યાસ કરવા કહ્યું છે કે શું માતાપિતાની સંમતિ (પ્રેમ લગ્ન માટે) ફરજિયાત બનાવી શકાય કે કેમ. જો બંધારણ સમર્થન આપશે તો અમે આ અંગે અભ્યાસ કરીશું અને તેના માટે શ્રેષ્ઠ વ્યવસ્થા લાગુ કરવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ કહ્યું કે જો સરકાર આ અંગે વિધાનસભામાં બિલ લાવશે તો તેઓ તેનું સમર્થન કરશે.

 

 

‘મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે…’

તેમણે કહ્યું, “એવા સમયે જ્યારે પ્રેમ લગ્ન દરમિયાન માતા-પિતાની અવગણના કરવામાં આવે છે, ત્યારે સરકાર પ્રેમ લગ્ન માટે વિશેષ જોગવાઈઓ કરવા વિચારી રહી છે, જે બંધારણીય હોવા જોઈએ.” ખેડાવાલાએ કહ્યું, “મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે પ્રેમ લગ્ન માટે માતાપિતાની પરવાનગી ફરજિયાત બનાવવા માટે અભ્યાસ હાથ ધરવામાં આવશે. જો રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં આવું બિલ લાવે તો હું તેનું સમર્થન કરીશ.

 

હું આવા બળાત્કારના કલંક સાથે જીવી ન શકું… ફેસબૂક પર લાઈવ થઈને ભાજપના નેતાએ ઝેર ખાતા હાહાકાર

શું ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદી નહેરુની બરાબરી કરશે? સર્વેમાં આવ્યા ચોંકાવનારા આંકડા

મોંઘાદાટ સફરજન નદીમાં ફેંકવામાં આવી રહ્યા છે… વીડિયો શેર કરી BJPએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો

 

ગુજરાત સરકારે ૨૦૨૧ માં ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમાં સુધારો કરીને લગ્ન માટે બળજબરીથી અથવા કપટપૂર્ણ ધર્મ પરિવર્તનને સજાપાત્ર ગુનો બનાવ્યો હતો. સુધારેલા કાયદા હેઠળ ગુનેગારોને 10 વર્ષની સજાની જોગવાઈ હતી. જો કે બાદમાં ગુજરાત હાઈકોર્ટે આ કાયદાની વિવાદિત કલમોના અમલ પર રોક લગાવી દીધી હતી. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને આ મામલો સર્વોચ્ચ અદાલતમાં પેન્ડિંગ છે.

 

 


Share this Article