Gujarat News : રાજ્ય હાલમાં બેવડા હવામાનનો (weather) સામનો કરી રહ્યું છે. ચોમાસાની વિધિવત વિદાય બાદ ગુલાબી ઠંડીએ દસ્તક આપી છે. પરંતુ હજુ પણ બપોરના સમયે આકરી ગરમીનો સામનો કરી રહ્યા છીએ. ત્યારે હવામાન વિભાગના ડો. મનોરમા મોહંતીએ (Dr. Manorama Mohanty) ગુજરાતના હવામાનની આગાહી કરી છે. આવી સ્થિતિમાં આગામી થોડા દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થશે અથવા તો ઠંડી પડવા લાગશે.
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, મનોરમા મોહંતીએ આગાહી કરી છે કે આ શનિવાર એટલે કે 14 ઓક્ટોબર સુધી વરસાદની કોઈ સંભાવના નથી. હાલ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેશે. આ આગાહીથી ક્રિકેટ ચાહકોને રાહત થઇ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ શનિવાર સુધી વરસાદની કોઇ શક્યતા નથી. બીજી તરફ અંબાલાલ પટેલે કહ્યું છે કે, 14 અને 15 ઓક્ટોબરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે. આ કારણે હિમાલય, જમ્મુ-કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના કેટલાક ભાગોમાં કરા પડવાની શક્યતા છે. આથી ગુજરાતમાં ઠંડી પડશે.
હવામાન વિભાગની આગાહી મુજબ મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધુ ફેરફારની કોઈ શક્યતા નથી. પરંતુ 14મી પછી તેની અસર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જોવા મળશે. વાતાવરણ વાદળછાયું રહી શકે છે. તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે જ ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે શનિવાર સુધી ગુજરાતમાં હવામાન અનુકૂળ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું છે.
નવરાત્રિના પહેલા જ દિવસે આ 3 કલાક રહેશે અતિ અશુભ, જોજો થાપ ન ખાઈ જતાં, જાણો ઘટસ્થાપનનો સાચો સમય
નવરાત્રિના આ 3 યોગ ખોલશે લોકોની કિસ્મતના તાળા, મા દુર્ગા વરસાવશે અપાર ધન, તિજોરીમાં જગ્યા ઓછી પડશે
અમદાવાદમાં એક સપ્તાહમાં સારવાર દરમિયાન એલ જી હોસ્પિટલમાં વધુ એક ડેન્ગ્યૂના દર્દીનું મોત થયું છે. આઠ દિવસમાં ડેન્ગ્યુના 110 કેસ નોંધાયા છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શહેરમાં ડેન્ગ્યુથી કુલ ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. રામોલ-હાથીજણ ઉપરાંત વટવા વોર્ડમાં કોલેરાના પાંચ કેસ નોંધાયા છે.