જતાં જતાં ફરીથી 4 દિવસ મેઘરાજા તૂટી પડશે, ગુજરાત માટે હવામાન વિભાગની ઘાતક આગાહી, જલ્દી જાણી લો

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat Rain Alert: ગુજરાતમાં (gujarat) વરસાદના ચોથા રાઉન્ડમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કર્યા બાદ હાલ મેઘરાજા થોડા શાંત જોવા મળ્યા છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પર થોડી બ્રેક લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે. જોકે, હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગે (meteorological department) આગાહી કરી છે. જે મુજબ આગામી 4 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા ધડબડાટી બોલાવી શકે છે.

 

ગુજરાતના આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી 

હવામાન વિભાગની (Meteorological Department) આગાહી પ્રમાણે આજે ગુજરાતના 17થી વધુ તાલુકાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ તાલુકાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, તાપી, દમણ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. જોકે, હાલ રાજ્યના એક પણ જિલ્લામાં રેડ અલર્ટ આપવામાં આવ્યું નથી.

 

 

સાયક્લોનિક સર્ક્યુલેશન લો-પ્રેશરમાં ફેરવાયું 

હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, બંગાળની ખાડીમાં હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ગયું હતું અને હવે તે લો-પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. આ સિસ્ટમ લો-પ્રેશર એરિયા બન્યા બાદ આગળ વધશે અને તે ફરી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાવે તેવી શક્યતા જણાઈ રહી છે.

 

ઓક્ટોબરમાં પણ ખાબકી શકે છે વરસાદ

હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંતો કહી રહ્યા છે કે, ઓક્ટોબર મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. તા. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લેશે.

 

 

ખાસ જાણી લો હવામાન વિભાગની નવી આગાહી, આજથી ગુજરાતમાં વરસાદની વિદાય, હવે રાજ્યમાં તડકો કહેશે મારું કામ

કેનેડામાં રહેતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો, શું ટાળવું એ પણ જાણી જ લો

આંધી તોફાન સાથે ભારે વરસાદની શક્યતા, IMD એ આગામી 5 દિવસ માટે હવામાનની સ્થિતિ વિશે જણાવ્યું

 

 

સિઝનનો 100 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો 

તમને જણાવી દઈએ કે, ચોમાસાના ચોથા રાઉન્ડના વરસાદથી ચાલુ સપ્ટેમ્બર મહિનામાં રાજ્યમાં અત્યાર સુધીમાં 168.84 એમ એમ વરસાદ પડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ટકાવારી 100 ટકાથી પણ વધી ગઈ છે. ચોમાસાના ભારેથી અતિભારે વરસાદના પગલે રાજ્યના પૂર પ્રભાવિત નવ જિલ્લામાંથી 19,360 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે અત્યાર સુધીમાં 1076 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે.

 


Share this Article