Gujarat News: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એપ્રિલ માટે નવી આગાહી કરતાં વાત કરી કે, ગુજરાતમાં એપ્રિલ મહિનામાં વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે. એપ્રિલ મહિનામાં વરસાદ પણ આવશે. સાથે જ વાતાવરણમાં આંધી વંટોળનું પ્રમાણ જોવા મળશે. એપ્રિલ માસથી પ્રી મોન્સુન એકિટીવીટી શરૂ થઈ ગઈ હતી. આ કારણે એપ્રિલના બીજા સપ્તાહમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે એવું અંબાલાલનું કહેવું છે.
આગળ આગાહી કરતાં અંબાલાલે કહ્યું કે, એપ્રિલ માસમાં ગરમીના પ્રમાણમાં પણ માપ બહારનો વધારો થશે. 20 એપ્રિલથી ગુજરાતમાં આકરી ગરમી પડશે. રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું પ્રમાણ 43 ડિગ્રી સુધી જવાની પણ શક્યતા છે. તો મે મહિનામાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમી વધશે અને હીટવેવ પણ થઈ શકે છે.
હાલના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 36.8 ડીગ્રી તાપમાન નોંધાયું છે. જે સામાન્ય કરતા 1.5 ડીગ્રી ઓછું તાપમાન છે. તો ડીસામાં 36 ડીગ્રી જ્યારે ગાંધીનગરમાં પણ 36 ડીગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરામાં 37.2 જ્યારે સુરતમાં 36 ડીગ્રી તાપમાન નોંધાયું છે. તો ભુજમાં 37.2 અને નલિયામાં 32.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે.
એ સમયની વાત કે જ્યારે ભારતમાં બધાને મત આપવાનો અધિકાર નહોતો, સિસ્ટમ જાણીને તમારા રુવાડાં ઉભા થઈ જશે!
‘ઉભો રે બેન ***, શ્વાસ તો લેવા દે… વિરાટ કોહલીએ સ્પિનરને ગાળ આપી, વીડિયો વાયરલ થતાં હાહાકાર
માર્ચમાં આકરો તાપ અને એપ્રિલમાં પવનના સુસવાટા સાથે મેઘરાજા ખાબકશે…. અંબાલાલની નવી આગાહીથી ફફડાટ
ત્યારે હવે એપ્રિલ મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં જોવા મળી રહ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ખેડૂતોને આગાહી કરીને ચેતવણી આપી દીધી છે. જો કે એ તો સમયે જ ખબર પડશે કે હવામાન કેવો મિજાજ બતાવે છે.