ગુજરાતીઓ તૈયાર રહેજો, બે દિવસ ચામડી દઝાડતી ગરમી પડશે,પછી ફરીથી માવઠું ત્રાટકશે, ઝડપી પવનોની નવી આગાહી

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

Gujarat weather forecast: હવે ગુજરાતીઓને માવઠાંથ ઘણી રાહત મળી રહી છે. ત્યારે હવે રાજ્યમાં આજે નવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આજે આકરી ગરમી પડશે. આ સાથે આવતીકાલથી માવઠા સાથે તાપ પણ પડવાની આગાહી કરવામાં આવતા લોકોમાં ફરી અફસોસની લાગણી થઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં બુધવારથી ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થશે. ગુરૂવારના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં તેમજ શુક્રવારે દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચમાં પણ માવઠું થશે. જ્યારે આજે અને આવતીકાલે એટલે મંગળવાર અને બુધવારે ચામડી દઝાડતી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે દિવસ પછી અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની સાથે સાથે પ્રતિ કલાકે 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે.

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આવતી કાલે બુધવારના રોજ બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ અને કચ્છમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડશે. ગુરૂવારના રોજ એટલે 30મી તારીખે અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં તેમજ શુક્રવારના રોજ ભરૂચ, સુરત, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવું માવઠું થવાની આગાહી કરવામાં આવી છે.

નીતા અંબાણીની ખુશીનો આ સમયે કોઈ પાર નથી રહ્યો, દરેક જગ્યાએ વહેંચી રહી છે મીઠાઈ, જાણો મોટું કારણ

કેટરીના કૈફ હવે સલમાન ખાન સાથે ક્યારેય જોવા નહીં મળે, પતિ વિકી કૌશલે ચોખ્ખી ના પાડી અને કહ્યું….

નવી દયા બેનની શોધ હજુ પણ યથાવત! 6 વર્ષથી શોથી દૂર દિશા વાકાણીની વાપસી પર અસિત મોદીએ કહ્યું- મે તો કેટલી વખત કહ્યું પણ…

તો આ તરફ ડૉ. મોહંતી દ્વારા જણાવવામાં આવ્યું કે, કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પણ વરસાદ થવાની શક્યતાઓ છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અપ્રોચ થઈ રહ્યું છે અને થવાની સંભાવના છે, જેના લીધે સર્ક્યુલેશન બનવાથી ગુજરાતમાં વરસાદ થઈ શકે છે. ગરમી અંગે જણાવતા તેમણે કહ્યુ કે, આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. જોકે, આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Science City Ahmedabad, Lok Patrika Newspaper


Share this Article