Gujarat weather daily report : રાજ્યમાં આજે સવારથી જ કાતિલ ઠંડી પડી રહી છે. બપોરે ગરમી પડે છે. અમદાવાદ હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ 5 નવેમ્બર એટલે કે રવિવાર સુધી રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની આગાહી કરી છે.
અમદાવાદ હવામાન વિભાગે પોતાની વેબસાઈટ પર આપેલી માહિતી મુજબ 5 નવેમ્બર સુધી ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ, દીવ, દમણ, દાદરા નગર હવેલી સહિત તમામ વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. ક્યાંય વરસાદની સંભાવના નથી. તેમણે આપેલી માહિતી મુજબ સાત દિવસમાં મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની કોઇ શક્યતા નથી.
આ ઉપરાંત હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં 5 નવેમ્બર સુધી કરા પડશે કે કેમ અને ગુજરાતનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપવામાં આવી હતી. “5 નવેમ્બર સુધી માવઠાની કોઈ સંભાવના નથી. અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં નજીકના ભવિષ્યમાં કોઈ ચક્રવાત સર્જાય તેવી શક્યતા નથી. જેના કારણે ગુજરાત પર વરસાદનો ખતરો નથી. વળી, ઉત્તર ભારતમાં કોઈ મોટી અસ્થિરતા નથી.
ઈઝરાયલી સેનાની ગાઝાને ચેતવણી, કહ્યું -તત્કાલ ગાઝા છોડો નહિતર ભુક્કા બોલાવી દઈશું !
આ મહિલા ડિગ્રી વગર 6 કલાકમાં દર મહિને 50 લાખ રૂપિયા કમાય છે, તેના કામ વિષે જાણી ચૌકી જશો!
લાંબી આયુષ માટે મળી ગયો જબરદસ્ત તોડ,સમય પહેલાં મોત ટચ પણ નહીં કરે,વૈજ્ઞાનિકો પણ હૈરાન
પરેશ ગોસ્વામીએ ખાસ કરીને ખેડૂતો માટે કહ્યું છે કે, “5 નવેમ્બર સુધી હવામાનમાં અસ્થિરતાની કોઈ સંભાવના નથી. એટલે જો તમે આ દસ દિવસમાં ખેતીમાં કોઈ કાપણી કરવા માંગતા હો, તો તમે કરી શકો છો. જે ખેડુતોની કાપણી થઈ ગઈ છે અને ખેતરો તૈયાર થઈ ગયા છે, તેઓએ હજી રાહ જોવી બાકી છે. શિયાળુ પાકનું તાપમાન હજુ પણ ઉંચુ રહે છે. દિવાળી બાદ એટલે કે 20 નવેમ્બર બાદ તાપમાનમાં ઘટાડો થશે. તેથી આપણે શિયાળુ પાકનું વાવેતર થાય તેની રાહ જોવી પડશે. ગોસ્વામીએ કહ્યું, “તાપમાન ઊંચુ રહેશે અને આગામી 10 દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે.