સુરતમાં વીજળી પડી, જુનાગઢમાં ચામડી દઝાડતી ગરમી તો વડોદરામાં મેઘો દે દનાદન… હવામાનમાં ગુજરાત ગોથે ચડ્યું

Lok Patrika
By Lok Patrika
Share this Article

આજે ગુજરાતમાં શું શું જોવા મળી રહ્યું છે એ વિશે કંઈ ચોક્કસ કહી શકાય નહીં, કારણ કે રાજ્યમાં હાલ રોજેરોજ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. ક્યારેક ગરમી ક્યારેક ઠંડી તો ક્યારેક વરસાદ ખાબકી રહ્યો છે. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં ગાજવીજ અને પવન સાથે માવઠું પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી સાચી પડતી દેખાઈ રહી છે. વલસાડ જિલ્લામાં ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરી હતી તો આજથી જ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જિલ્લામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. તો દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ અને વરસાદની આગાહીને પગલે વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતા છે. ત્યારે જોવાનું રહ્યું વરસાદ આવે છે કે કેમ?

દ્વારકામાં ખેડૂતો ચિંતામાં

દેવભૂમી દ્વારકાની જો વાત કરવામાં આવે તો વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વાદળછાયું વાતાવરણ વચ્ચે ખેડૂતોની ચિંતાનો કોઈ પાર નથી. વાતાવરણમાં પલટો જોવા મળશે અને વરસાદ આવશે તો ખેડૂતના ઉપા પાકને વ્યાપક નુક્સાનની ચિંતા સેવી રહ્યા છે અને લાખો રૂપિયા સ્વાહા થઈ જવાની પણ ચિંતા છે.

કડાકા ભડાકા સાથે વરસાદ

છોટાઉદેપુરના કવાંટ વિસ્તારમાં પણ માવઠું જોવા મળ્યું અને વાતાવરણમાં જોરદાર પલટો જોવા મળ્યો હતો. કવાંટ ગામમાં ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો હતો. અહીં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.

માવઠાનો માર જેલતું વડોદરા

દરેક જગ્યાની જેમ વડોદરામાં પણ વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી વરસાદ વરસતા વાતાવરણ એકદમ ઠંડુ થયું હતુ. શહેરના સયાજીગંજ, રાવપુરા, ગોત્રી, ફતેગંજ, ગોરવા, આજવા રોડ, વાઘોડિયા રોડ, અકોટા સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તો વળી શહેરમાં આ પ્રકારે બેવડી ઋતુના કારણે રોગચાળો પણ વકરી શકે છે.

સુરતમાં વીજળી પડી

સુરતમાં તો કંઈક અલગ જ ઘટના બની હતી. મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો. શહેરના કામરેજના દિગસ ગામ પાસે ઝાડ પર વીજળી પડી હતી. જેના કારણે નાળિયેરીનુ ઝાડ સળગી ઉઠ્યું હતુ. લોકોમાં પણ હવે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

જુનાગઢમાં ચામડી દઝાડતી ગરમી

આ મંદિરના પાણીમાં છે અનોખી તાકાત, તમારા રૂવાડાંમાં પણ રોગ ન રહેવા દે, આખા ભારતમાંથી લોકોની લાઈન લાગે

500 વર્ષ જૂનું મહાદેવનું મંદિર છે ખાસ, અહીં કુંવારી છોકરીઓ પૂજા કરે તો મનગમતો વર અનેવ સારા સાસરિયા મળે

અનુષ્કા શર્માએ કહ્યું- રમતી વખતે કોહલી બિમાર હતો, રોહિત શર્માએ કહ્યું- આ બધી અફવા છે… પત્ની સાચી કે કેપ્ટન સાચો?

બાકી બધા કરતાં થોડું અલગ અમદાવાદના તાપમાનમાં વધારો થયો હતો અને 37.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે જુનાગઢમાં 38.8 ડિગ્રી સાથે સૌથી વધારે ગમરી જોવા મળી હતી. આ સાથે સુરત, ભુજ, પાટણ, રાજકોટ, નલિયામાં તાપમાન 38 ડિગ્રીની ઉપર રહ્યું હતું. જ્યારે વડોદરામાં 37.5, ભાવનગરમાં 36.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly