5 દિવસને લઈ હવામાન વિભાગની ઘાતક આગાહી, આજથી ગરમીમાં તપવા માટે તૈયાર થઈ જાઓ, જાણો કેવું રહેશે વાતાવરણ

Lok Patrika Desk
By Lok Patrika Desk
imd
Share this Article

ગુજરાતમાં કેટલાક દિવસથી ભારે પવન અને કરા સાથે કમોસમી વરસાદ પડતો હતો. હવે હવામાન વિભાગે જણાવ્યું છે કે, પહેલી જૂનથી ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનશે જોકે તેની અસર રાજ્ય પર નહીં થાય. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, કમોસમી વરસાદનું જોર પહેલી જૂનથી ઘટશે અને મહત્ત્મ તાપમાન એકથી બે ડિગ્રી વધવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.

હવામાન વૈજ્ઞાનિક વિજનલાલે ગુજરાતમાં હવામાન અંગેની આગાહી કરતા જણાવ્યુ છે કે, પાંચ દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેશે. રાજ્ય પર એક ડિસ્ટર્બન્સ દૂર થવાની સાથે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે પરંતુ તેની અસર ગુજરાત પર નહીં થાય. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલ ગરમીનું જોર વરસાદ અને હવામાં રહેલા ભેજના કારણે ઘટ્યું છે.

imd


વૈજ્ઞાનિક વિજીનલાલે જણાવ્યું છે કે, આવતા પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં પણ મોટા ફેરફારની સંભાવનાઓ નથી. ગુરૂવારે તાપમાનમાં સામાન્ય વધારો જોવા મળી શકે છે જેના કારણે કેટલાક ભાગોમાં 38-40 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાઈ શકે છે. બાકી ગરમીને લઈને હાલ કોઈ વોર્નિંગ આપાવામાં નથી આવી હોવાનું તેમણે જણાવ્યું છે.

ગુજરાતમાં પ્રિ-મોનસુન એક્ટિવિટી થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે રાજ્યના અમુક ભાગોમાં વરસાદ થયો હતો. આગામી દિવસોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલે પણ જૂન મહિનાની શરુઆતમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે.

imd


ગુજરાતમાં 15 જૂનથી સત્તાવાર ચોમાસાની ઋતુની શરુઆત થઈ જતી હોય છે. પરંતુ સામાન્ય રીતે તો ગુજરાતમાં ચોમાસાનો વરસાદ 15 જૂન બાદ થતી હોય છે. ચાલુ વર્ષે તો કેરળમાં ચોમાસું મોડું બેસવાનું અનુમાન છે. એટલે ગુજરાતમાં 22 જૂનની આસપાસ વરસાદ થશે તેવુ અનુમાન છે. પરંતુ આ પહેલા વેસ્ટન ડિસ્ટર્બન્સ કે થંન્ડર સ્ટોનના કારણે વરસાદ થતો હોય છે. જેને પ્રિ મોનસુન એક્ટિવિટી કહેવામાં આવે છે.

અમદાવાદના હવામાનની વાત કરીએ તો, ગરમીનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં તાપમાનનો પારો 5 દિવસની આગાહીમાં 41 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ દેખાઇ રહી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે તપામાન ઘટ્યું હતું પરંતુ હવે તે આગળ વધી જતા ગરમીમાં સામાન્ય વધારો નોંધાવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

imd


હવામાન વિભાગે આગામી સમયમાં હવાની દિશામાં ફેરફાર થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. વિજીનલાલે આ અંગે વાત કરતા જણાવ્યું છે કે, ઉત્તર પશ્ચિમના પવનો હવે ફૂંકાશે તેના કારણે ભેજનું પ્રમાણ ઘટી શકે છે અને ગરમીના પ્રમાણમાં સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. તાપમાનમાં મોટા વધારા-ઘટાડાની સંભાવના નથી પરંતુ એકથી બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન 40-41 ડિગ્રી રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો

ગુજરાતમાં BJP MLAની આખા દેશમાં ચર્ચા, યુવકને બચાવવા જીવની ચિંતા કર્યા વગર દરિયામાં ઝંપલાવ્યું, ત્રણને બચાવ્યા

ધોનીની નિવૃત્તિ પાક્કી! શું ધોનીએ તેની છેલ્લી IPL મેચ રમી લીધી? ગોલ્ડન ડક સાથે લેશે સંન્યાસ? જાણો મોટા સમાચાર

‘દીકરી, તું તો હજી નાની છે…’, જો પિતાની વાત માની લીધી હોત તો સાક્ષી આજે દુનિયામાં જીવતી હોય, પરંતુ ના માની એમાં….

મે મહિનામા અગનવર્ષા થતી હોય છે. કાળઝાળ ગરમીથી શેકાત શહેરોમાં ચાલું વર્ષે મે મહિના મહત્તમ તાપમાન સામાન્ય કરતા 3થી 6 ડિગ્રી નીચું નોંધાયું છે. મે મહિનામાં અંતમાં અમદાવાદનુ મહત્તમ તાપમાન સામાન્ય 42 ડિગ્રી રહેતુ હોય છે. પરંતુ અમદાવાદનુ મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી નોંધાયુ છે. જે સામાન્ય કરતા 6 ડિગ્રી નીચું છે. વડોદરાનું મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયુ છે. જે પણ સામાન્ય કરતા 3 ડિગ્રી નીચું છે.


Share this Article
TAGGED: , ,