ગુજરાતમાં સોનાનો ખુબ વેપાર થાય છે અને ઘણા લોકો માટે તે રોજગારીનું સાધન બની ચૂક્યુ છે. સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. આજે 7મી એપ્રિલે ગુજરાતમાં સોનાના ભાવમાં અગાઉના દિવસોની સરખામણીમાં ઉછાળો જોવા મળ્યો છે. 22 કેરેટ સોનાના એક ગ્રામની કિંમત 4,808 રૂપિયા છે, તો ગઈકાલે 6 એપ્રિલે 22 કેરેટ સોનાના એક ગ્રામની કિંમત 4,788 રૂપિયા હતી.
મળતી માહિતી મુજબ ગ્રામ સોનાનો ભાવ મોંઘો થયો છે. જ્યારે, 24 કેરેટ સોનાની કિંમત આજે રૂ. 5,222 છે જે ગઈકાલે પણ એટલી જ હતી. આજે એક ગ્રામ ચાંદીની કિંમત 66.30 રૂપિયા છે. 1 કિલો ચાંદીની કિંમત 66,300 રૂપિયા છે. ગુજરાતમાં આજે સોનાનો ભાવ અંગે વાત કરીએ તો,
1 ગ્રામ સોનાની કિંમત – 4 હજાર 808 રૂપિયા
8 ગ્રામ સોનું – 38 હજાર 464 રૂપિયા
10 ગ્રામ સોનું – 48 હજાર 80 રૂપિયા
100 ગ્રામ સોનું – 4 લાખ 80 હજાર 800 રૂપિયા
*ગુજરાતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ:
1 ગ્રામ સોનાની કિંમત – 5 હજાર 222 રૂપિયા
8 ગ્રામ સોનું – 41 હજાર 776 રૂપિયા
10 ગ્રામ સોનું – 52 હજાર 220 રૂપિયા
100 ગ્રામ સોનું – 5 લાખ 22 હજાર 200 રૂપિયા
આજે અમદાવાદમાં એક ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ 4,808 છે, તો મહેસાણા અને વડોદરામાં આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 52,220 છે. તેમજ સુરતમાં 24 કેરેટ સોનાના 8 ગ્રામની કિંમત 41,776 રૂપિયા અને 100 ગ્રામ સોનાની કિંમત 5,22,200 રૂપિયા છે.