રિયલ ગૃહમંત્રી હર્ષ સંઘવીને સો સો સલામ: દિવ્યાંગ બાળકો સાથે બર્થ-ડે બનાવ્યો સ્પેશ્યિલ, વીડિયો જોઈ આખા ગુજરાતનું હૈયુ ગદગદ થઈ ગયું

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ગૃહ રાજ્યમંત્રી, યુવા ચહેરો અને સૌના ચહીતા એવા હર્ષ સંઘવીનો આજે 38મો જન્મ દિવસ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં આજે વિવિધ ક્રાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત આજે ધરમપેલેસ ખાતે કુપોષિત બાળકોને પ્રોટીન કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. તો વડોદરા મદદનીશ પોલીસ કમિશનરની કચેરી ખાતે અંધજન મંડળના બાળકો સાથે પણ અનોખી રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જન્મ દિવસની ઉજવણી કરીને શુભેચ્છા પાઠવી હતી.

આ સાથે જ વિગતો મળી રહી છે કે મદદનીશ પોલીસ કમિશનરની કચેરી ખાતે દિવ્યાંગ બાળકોએ એક સરસ ગીત ગાઈને સંઘવીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ ઉપરાંત આ બાળકોએ જન્મ દિવસની શુભકામઓના એકદમ સુંદર કાર્ડ બનાવીને ગૃહ રાજ્યમંત્રીને આપ્યા હતા.

દિવ્યાંગ બાળકો દ્વારા આટલી સરસ રીતે જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવતા હર્ષ સંઘવી પણ ગદગદ થતાં જોવા મળ્યા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ આ તમામ બાળકોને કેક પણ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો હતો.

ત્યારબાદની વાત કરીએ તો વડોદરામાં આજે વહેલી સવારે ઇન્ટરનેશનલ મેરેથોનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ કર્યું હતું. જેમાં પાંચ કિલોમીટરની મેરેથોનમાં હર્ષ સંઘવીએ પણ ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે દર વર્ષની જેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની વિવિધ સેવાકીય કાર્યો સાથે ઉજવણી કરવામાં આવી હતી. આપત્તિ સમયે હરહંમેશ પ્રજાની વચ્ચે, પ્રજાની સાથે ખડે પગે ઉભા રહેતાં અને કોવિડ સમયે દિવસરાત જોયાં વગર શહેરીજનોની અદ્ભૂત સેવા કરી જનમાનસમાં અનોખી છાપ ઉભી કરનાર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસ નિમિત્તે સુરતમાં વિવિધ ક્રાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

 


Share this Article
Leave a comment