Gujarat Weather: ગુજરાતમાં હાલમાં શિયાળો ચાલી રહ્યો છે અને લોકો ક્યાંક ઠંડીમાં ઠુઠવાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે જ વરસાદની આગાહી કરાતાં લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે ક્યાં જિલ્લામાં કેવો વરસાદ ખાબકશે.
નવી આગાહી કરતાં હવામાન વિભાગે કહ્યું કે રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ ખાબકવાની સંભાવના છે.
જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં પણ મેઘો મંડાશે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે. જો આગાહી પ્રમાણે વરસાદ પડશે તો ખેડૂતોને ખાસ સાવચેતી રાખવી પડશે.