ગુજરાતમાં આજથી 5 દિવસ જોરદાર માવઠું: આ વિસ્તારમાં વિજળીના કડાકા-ભડાકા સાથે મેઘો ખાબકશે, જાણો તારીખ પ્રમાણે આગાહી

Lok Patrika
By Lok Patrika
Share this Article

Meteorological Department: ગુજરાતીઓ હાલમાં તો તાપમાં શેકાઈ રહ્યાં છે પણ હવે એક નવી જ આગાહી આવતા ખેડૂતોની ચિંતામાં વ્યાપક વધારો થયો છે, કારણ કે રાજ્યમાં હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદ (Heavy rain in Gujarat) રહેવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળાની શરુઆત વચ્ચે માવઠાની આગાહી લોકોને આશ્ચર્યમાં મૂકી રહી છે અને જગતનો તાત પણ પોતાના પાક બગડવાને લઈ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના ભાગોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે.

તારીખ 14 અને 15 માર્ચ દરમિયાન બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની આગાહી છે. તારીખ 16 અને 17એ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, દાહોદ, મહિસાગર, નર્મદા, વલસાડ તથા સૌરાષ્ટ્ર-કચ્છના અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદ થવાની સંભાવના છે.

તો આ તરફ જોવા જેવી વાત એ પણ છે કે અમદાવાદ, ગાંધીનગર, ડીસા જેવા પ્રદેશોમાં ગરમીનો પારો ચઢે તે રીતે દરિયાઈ પટ્ટીના જિલ્લાઓમાં ગરમી પડી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યાનું જણાવવામાં આવી રહ્યું છે.

મારા બાપ તેં તો 72 દિવની દાઝ… લોક ડાયરામાં માયાભાઈ આહિરે દેવાયત ખવડના જોરદાર વખાણ કર્યા, તમે પણ જાણો શું કહ્યું

અંબાજી પ્રસાદ વિવાદ હવે ચરમ સીમાએ, અનેક નેતાઓ મંત્રી બાદ નીતિન પટેલે મોહનથાળ અને ચિક્કીને લઈ આપ્યું મોટું નિવેદન

મુકેશ અંબાણીને એક જ અઠવાડિયામાં 40 હજાર કરોડથી વધારેનું નુકસાન, બીજી કંપનીઓની પણ બદ્દથી બદ્દતર હાલત

રાજ્યમાં હળવા વરસાદની પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે બનાસકાંઠા, સાંબરકાંઠા, નર્મદા અને તાપી સહિત સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી, રાજકોટ અને કચ્છમાં વરસાદ થઈ શકે છે. કેટલાક સ્થળો પર વાવાઝોડા અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly