World News: રશિયા-યુક્રેન અને પેલેસ્ટાઈન-ઈઝરાયેલ બાદ હવે વિશ્વમાં વધુ એક યુદ્ધના અવાજો સંભળાઈ રહ્યા છે. ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ ફાયર કરીને નવા યુદ્ધને આમંત્રણ આપ્યું છે. હવે દુનિયા ઇઝરાયેલના જવાબી હુમલાથી ડરી રહી છે. ઈઝરાયેલે વચન આપ્યું છે કે તે ઈરાન પાસેથી બદલો લેશે અને વળતો પ્રહાર કરશે. જોકે ઈઝરાયેલ ક્યારે ઈરાન પર મિસાઈલ છોડશે તે નિશ્ચિત નથી. આ દરમિયાન ઈઝરાયલ પર હુમલો કરીને દુનિયાને ચોંકાવી દેનાર ઈરાને ફરી એકવાર ઈઝરાયેલને ધમકી આપી છે અને કહ્યું છે કે જો બેન્જામિન નેતન્યાહુની સરકાર જવાબી કાર્યવાહી કરશે તો ઈરાન એવા હથિયાર તૈનાત કરશે જેનો પહેલા ક્યારેય ઉપયોગ કરવામાં આવ્યો નથી.
વાસ્તવમાં, ઇઝરાયેલના સૈન્ય વડાએ કહ્યું છે કે તેમનો દેશ ઇરાનના હુમલાનો જવાબ આપશે અને મધ્ય પૂર્વ સંકટમાં વધારો થવાની આશંકા વચ્ચે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઈરાને કહ્યું કે તે ઈઝરાયેલના કોઈપણ હુમલાનો સેકન્ડમાં જ જવાબ આપશે અને જો જરૂર પડશે તો તે ‘પહેલા ક્યારેય ઉપયોગમાં ન લેવાયેલા હથિયારો’ પણ તૈનાત કરશે. ઇઝરાયેલના સૈન્ય ચીફ ઓફ સ્ટાફ હાર્ઝી હલેવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇઝરાયેલ તેના આગામી પગલાઓ પર વિચાર કરી રહ્યું છે અને 13 એપ્રિલના ઇરાની હુમલાનો જવાબ આપશે, જ્યારે ઇરાનના નાયબ વિદેશ મંત્રી અલી બાગેરી કાહ્ને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઇરાન બદલો લેવાની ગતિ એક સેકન્ડથી પણ ઓછી હશે.
તમને જણાવી દઈએ કે 13 એપ્રિલના રોજ ઈઝરાયેલ પર હુમલા દરમિયાન ઈરાને સેંકડો ડ્રોન, બેલેસ્ટિક મિસાઈલ અને ક્રુઝ મિસાઈલ છોડી હતી. ઇઝરાયેલની સેનાએ કહ્યું કે તેણે તેની એર ડિફેન્સ સિસ્ટમ અને ફાઇટર પ્લેન અને યુએસની આગેવાની હેઠળના ગઠબંધન ભાગીદારોની મદદથી 99 ટકા ડ્રોન અને મિસાઇલોનો નાશ કર્યો છે. ઈઝરાયેલે બે અઠવાડિયા પહેલા સીરિયાની રાજધાની દમાસ્કસમાં ઈરાની કોન્સ્યુલેટ ઈમારત પર કથિત રીતે હુમલો કર્યો હતો, જેના જવાબમાં ઈરાને શનિવારે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. બંને દેશો વચ્ચે દાયકાઓથી ચાલી રહેલી દુશ્મનાવટ વચ્ચે ઈરાને પહેલીવાર ઈઝરાયેલ પર સીધો સૈન્ય હુમલો કર્યો.
તો ચાલો જાણીએ ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ સંબંધિત 10 મોટા અપડેટ્સ
1. ઈઝરાયેલે દાવો કર્યો છે કે ઈરાનનું મુખ્ય લક્ષ્ય દક્ષિણ ઈઝરાયેલમાં એક એરબેઝ હતું, જે ઈઝરાયેલી સેનાના સૌથી શક્તિશાળી એરક્રાફ્ટ, F35 ફાઈટર પ્લેન્સનો આધાર છે.
2. ઈરાને મોટો દાવો કર્યો છે કે તેણે ઈઝરાયેલ પર હુમલાના 72 કલાક પહેલા અમેરિકાને ચેતવણી આપી હતી, પરંતુ અમેરિકાએ આ વાતને નકારી કાઢી છે.
3. અમેરિકાએ ઈઝરાયેલને ઈરાન પર હુમલો ન કરવાની ચેતવણી પણ આપી અને કહ્યું કે જો તે હુમલો કરશે તો અમેરિકા ઈઝરાયલની સાથે નહીં ઉભું રહેશે.
4. અમેરિકાએ પણ ઈઝરાયેલની યુદ્ધ યોજનાથી દૂરી બનાવી લીધી છે. વ્હાઇટ હાઉસે કહ્યું કે ઇઝરાયેલ એકલા હાથે ઇરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે.
5. અમેરિકાએ સ્પષ્ટ કરી દીધું છે કે તે ઈરાન સાથે કોઈ યુદ્ધ નથી ઈચ્છતું.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની સીધી અસર સોના-ચાંદીના ભાવ પર થશે, ટૂંક જ સમયમાં 1 લાખનું એક તોલું થઈ જશે
6,6,6,2… મહેન્દ્ર સિંહ ધોનીએ માત્ર 4 બોલમાં આખી મેચ પલટી નાખી, હાર્દિક પંડ્યા ટગર-ટગર જોતો રહી ગયો
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં પોલીસનો સૌથી મોટો ખુલાસો, આરોપીનું જબરું કનેક્શન બહાર આવતા હાહાકાર
6. ઈઝરાયેલે કહ્યું છે કે તે અમેરિકાને વિશ્વાસમાં લીધા પછી જ ઈરાન પર હુમલો કરશે.
7. ઈરાનના વિદેશ મંત્રીએ ચીનના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી અને કહ્યું કે ઈરાન યુદ્ધને વધારવા માંગતું નથી.
8. ઈરાને ઈઝરાયેલને ધમકી આપી છે કે જો તે હુમલો કરશે તો ઈરાન એવા હથિયારનો પણ ઉપયોગ કરશે જેનો તેણે આજ સુધી ક્યારેય ઉપયોગ કર્યો નથી.
9. ઇઝરાયેલના વડા પ્રધાને ઇઝરાયેલના આર્મી ચીફને એવા લક્ષ્યો માટે વિકલ્પો પૂછ્યા છે જ્યાં ઈરાન પર હુમલો કરવામાં આવશે.
10. ઈઝરાયેલની યુદ્ધ કેબિનેટે ઈરાન પર યોગ્ય જવાબી હુમલો કરવાનું નક્કી કર્યું છે.