અમદાવાદ સહિત લસણના ભાવ ભડકે બળ્યા, એક જ મહિનામાં કિલોના રૂ.250 થી 550 થયા, હોલસેલના ભાવમાં પણ વધારો

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News: લસણમાં કૃત્રિમ અને અભૂતપૂર્વ તેજીને લીધે એક જ મહિનામાં કિલોએ રૂ.250 જેટલો વધારો નોંધાયો છે. જેના લીધે હાલમાં લસણ રિટેઈલમાં કિલોએ ભાવ રૂ. 550 જોવા મળી રહ્યો છે. જ્યારે હોલસેલમાં રૂ. 450 થી 470 કિલો મળી રહ્યું છે. હાલમાં કેટલાક સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યા છે. ખરીદનાર અને વેચનાર બધાને લસણના ભાવ નડી રહ્યા છે. જેના લીધે હોલસેલના વેપારીઓ પણ છૂટક લાવીને વેચાણ કરી રહ્યા છે.

લસણની સાથે આદું, લીંબુના ભાવ આસમાને પહોંચ્યા હતા. લસણનો પ્રતિ કિલોનો ભાવ રૂ.૫૬૦ને પાર પહોંચ્યો હતો. જયારે આદુ પ્રતિ કિલોનો ભાવ 170, લીંબુનો ભાવ પ્રતિ કિલો 150 રૂપિયા પહોંચ્યો હતો. વેપારીઓએ દાવો કર્યો હતો કે એમપીથી લસણ આવતું બંધ થવાને લીધે અને ઓછા ઉત્પાદનને લીધે લસણનો ભાવ વધ્યો છે.

આ ઉપરાંત લીલા શાકભાજીના ભાવોમાં વધારો થયો છે. જેમાં ભીંડા, ગવાર, મરચાં, સુરતી પાપડી, દેશી કાકડી, તુરિયા, ફણસી સહિતની શાકભાજીમાં કિલોએ રૂ. 40 થી 60 સુધીનો વધારો થયો

લસણ, લીલા શાકભાજી બાદ ફળોના ભાવોમાં વધારો

શિલ્પા શેટ્ટીએ PM મોદીને લખ્યો પત્ર, અયોધ્યા રામ મંદિરના વખાણ કર્યા, કહ્યું- ‘તમે 500 વર્ષનો ઈતિહાસ લખ્યો છે…’

3 નિયમો લાગું થયા બાદ હવે ખેડૂતોની શું માંગણી છે? સરકાર સાથે કયા મુદ્દે થઈ મંત્રણા, ક્યાં છે સમસ્યાનો ઉકેલ નથી આવી રહ્યો?

આજે ફરી ખેડૂતો દિલ્હી તરફ કરશે કૂચ, બોર્ડર સીલ કરવાને કારણે ભારે ટ્રાફિકની સમસ્યા, સ્થાનિક લોકો સખત લોકો પરેશાન!

ફળોના ભાવોમાં વધારો થતા લોકોની મુશ્કેલી વધી છે. ચીકુ રૂ. 140 કિલો, પાકા કેળા રૂ. 70 ડઝન, પાઈનેપલ રૂ. 100, દાક્ષ રૂ. 90 કિલો મળી રહી છે. છે. મકાઈ પહેલા રિટેઈલમાં રૂ. 30 કિલો મળતી હતી તે અત્યારે રૂ. 50 કિલો મળી રહી છે. લસણનો આ ભાવ વધારો નવેમ્બર માસથી શરૂ થયો હતો અને ત્રણ મહિના બાદ તે આસમાને પહોંચ્યો છે.

 


Share this Article