મુખ્ય ચૂટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું હતું કે દેશમાં 5 રાજ્યની 690 વિધાનસભા માટે ચૂંટણી યોજવામાં આવશે. 18.34 કરોડ મતદાતા ચૂંટણીમાં ભાગ લેશે. તમામ ચૂંટણી કર્મચારીઓને કોરોના વેક્સિનનો બન્ને ડોઝ લગાવાયા છે કે નહિ એ સુનિશ્ચિત કરાશે. જેમને પણ જરૂર પડશે તેમને ડોઝ આપવામાં આવશે. કોરોના વચ્ચે ચૂંટણી યોજવા માટે નવા પ્રોટોકોલ લાગુ કરવામાં આવશે. તેમજ કોરોનાની સ્થિતિ વચ્ચે 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરાવવામાં આવશે. 15 જાન્યુઆરી સુધી કોઈપણને રોડ શો, રેલી, પદયાત્રા, સાઇકલ અને સ્કૂટલ રેલી માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
5 રાજ્યમાં વિધાનસભા ચૂંટણીનું શિડ્યૂલ
પહેલો તબક્કો- 10 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ
બીજો તબક્કો- 14 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા
ત્રીજો તબક્કો- 20 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ
પાંચમો તબક્કો- 27 ફેબ્રુઆરી
ઉત્તરપ્રદેશ, મણિપુર
છઠ્ઠો તબક્કો- 3 માર્ચ
ઉત્તરપ્રદેશ, મણિપુર
સાતમો તબક્કો- 7 માર્ચ
ઉત્તરપ્રદેશ
પરિણામ- 10 માર્ચ
રાજકીય પક્ષ માટે ગાઇડલાઇન્સ પણ નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત દરેક કાર્યક્રમની વીડિયોગ્રાફી કરવામાં આવશે. તેએમજે દરેક પક્ષે તેમના ઉમેદવારનો ગુનાહિત રેકોર્ડ જાહેર કરવો પડશે. સાથે જ ઉમેદવારે પણ તેમની ગુનાહિત પ્રવૃત્તિઓની જાણ કરવી પડશે. યુપી, પંજાબ અને ઉત્તરાખંડમાં દરેક ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો ખર્ચ કરી શકશે. મણિપુર-ગોવામાં આ ખર્ચ સીમા 28 લાખની રહેશે.
ઈલેક્શન કમિશને શુક્રવારે જ કેમ્પેનિંગ માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા વધારી દીધી હતી. હવે લોકસભા ચૂંટણી દરમિયાન ઉમેદવાર પોતાના પાર્લમેન્ટરી વિસ્તારમાં વર્ષ 2014માં નક્કી કરવામાં આવેલા 70 લાખ રૂપિયાની જગ્યાએ 95 લાખ રૂપિયા અને 54 લાખ રૂપિયાની જગ્યાએ 75 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે.