(મૌલિક દોશી, અમરેલી) : બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ની કથળતી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ રાજ્યમાં આખી સરકાર બદલી નાખી પણ મુખટા બદલાવવાથી રાજ્યની પરિસ્થિતિ નથી સુધરતી તેના માટે યોગ્ય સુશાસન કરવું પડે છે.
હાલ રાજ્યમાં છેલ્લા બે વરસમાં ૧૯૪૪ હત્યા,૧૮૫૩ હત્યાના પ્રયાસો,૩૦૯૫ બળાત્કારના બનાવો તેમજ ૪૮૨૯ જેટલા અપરણના બનાવો અને ૧૪૦૦ થી બધું લોકોએ આત્મહત્યા કરી હોવાનું જણાવી કહ્યું હતું કે આ આંકડો મારો નથી પણ રાજ્યના ગૃહવિભાગે વિધાનસભામાં રજૂ કરેલ છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે મહાન ફિલોસોફર અમેરીકા ના પૂર્વ પ્રમુખ અબ્રાહમ લિંકન ની બુક એક વાત પર કરતા અબ્રાહમજી એ લખ્યું છે કે દુનિયામાં લાંબા સમય સુધી લોકોને મૂર્ખ બનાવી નથી શકાતા પણ ધર્મ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં પેઢીઓ સુધી લોકોને મૂર્ખ બનાવી શકાય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વાત મારે પણ કહેવી ન હતી,કારણ કે ગુજરાતને ભારતના બિજા રાજ્યો સાથે બરાબરી કરાવીને આપડે દિલ્હી બેસેલા સાહેબને નિચુ જોવા જેવુ શા માટે કરવું ? આ ચુંટણી માથે અને હિંદુઓ ને જાગૃત કરતી પોસ્ટો જોવા મળી એટલે ઉગ્ર હિંદુઓ ને ખાલી યાદ કરાવું છું કે ગુજરાતમાં એવરેજ રોજની બેહત્યા અને ચારબળાત્કાર થાય છે. જેને ન્યાય મળે છે કે નહી તે કોઇ પુછતુ પણ નથી અને કોઇને રસ પણ નથી હોતો કારણ કે આરોપી વિધર્મી નથી હોતા.
ન્યાય માત્ર વિધર્મીઓ દ્વારા કરાયેલા અપરાધમાં જ મળશે ?
ગુજરાતની જનતા ને બે હાથ જોડીને અપીલ છે કે સામાજિક અને ધાર્મિક સમરતા ડહોળવાના કાવતરાનો ભોગ ન બનતા. સ્વ.કિશન ભરવાડ સાથે જે ધટના ધટી છે તે દુ:ખદ છે અને કાનુન ના લાંબા હાથ અને ન્યાયપાલીકા ના દાયકાઓ ધક્કા બાદ ન્યાય મળે,તેના કરતા તપાસ પછી જેટલા આરોપીઓ છે તેને વિકાસ દુબે જેમ ગાડીનો રાઉન્ડ મરાવો અને આપડે તો રસ્તાઓ પણ ખાડાવાળા અનુકુળ છે એટલે ગાડી ચાલીસ વટતાની સાથે આમ પણ ગમે ત્યારે પલટી મારી જશે.