World News : ભારત અને કેનેડાના સંબંધો સારા નથી ચાલી રહ્યા. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા માટે ભારતીય ગુપ્તચર એજન્સીઓ પર આરોપ લગાવ્યા બાદ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) ખરાબ રીતે ફસાયા છે. ભારતે અગાઉ આ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા, અને બુધવારે વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ (Arindam Bagchi) પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતની પુષ્ટિ કરી છે. કેનેડામાં ભારતીય મિશને એમ પણ કહ્યું હતું કે વિઝા સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. ભારતના આ નિર્ણય બાદ લોકોના મનમાં અનેક સવાલો ઉભા થવાના જ છે. તમે નીચે વિઝા સાથે જોડાયેલા તમામ પ્રશ્નોના જવાબ વાંચી શકો છો.
સવાલ: શું તમામ વિઝા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે?
જવાબ: ના. કેનેડાના લોકોને નવા વિઝા આપવામાં આવશે નહીં. આ ત્રીજા દેશના કેનેડિયન અરજદારને લાગુ પડશે.
સવાલ: કેનેડિયન મુલાકાતીઓ ભારત આવવાનું વિચારી રહ્યા છે તેનું શું થશે?
હાલ કેનેડાના કોઇ પણ નાગરિકને ભારત આવવા માટે નવા વિઝા મળી શકે તેમ નથી. જો કે, માન્ય વિઝા ધરાવતા નાગરિકો પર તેની કોઈ અસર પડશે નહીં.
સવાલ: વિઝા સેવાઓ ક્યારે ફરી શરૂ થશે?
જવાબ: ભારતે આગામી આદેશ સુધી વિઝા સેવાઓ વધારી દીધી છે.
સવાલ: સેવાઓ શા માટે સ્થગિત કરવામાં આવી?
જવાબ- ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે ઓપરેશનલ કારણોનો હવાલો આપીને સેવાઓ સ્થગિત કરી દીધી છે.
સવાલ- હાલના વિઝાનું શું થશે?
જવાબ- માન્ય ભારતીય વિઝા પર મુસાફરી કરવા પર કોઈ પ્રતિબંધ નથી.
સવાલ- શું ભારતીયો કેનેડાની મુસાફરી કરી શકે છે?
જવાબ : હા, ભારતીય પ્રવાસીઓ પર હજી સુધી કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી. તેઓ ભારતથી કેનેડા જઈ શકે છે.
સવાલ- શું કોઈ વ્યક્તિ હાલના વિઝા પર કેનેડાથી પરત ફરી શકે છે?
જવાબ : હા. માન્ય વિઝા પર કોઈ પ્રતિબંધ નથી.
કેનેડામાં રહેતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર, આટલી વાતોનું ખાસ ધ્યાન રાખજો, શું ટાળવું એ પણ જાણી જ લો
આંધી તોફાન સાથે ભારે વરસાદની શક્યતા, IMD એ આગામી 5 દિવસ માટે હવામાનની સ્થિતિ વિશે જણાવ્યું
સવાલ: શું ઇ-વિઝા સેવાઓ કાર્યરત છે?
જવાબ : ના, ઇ-વિઝા પર પણ અસ્થાયી રૂપે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.