IND vs AUS 4th Test Day 4 Live Score And Updates: ભારતે રવિન્દ્ર જાડેજાના રૂપમાં તેની ચોથી વિકેટ ગુમાવી છે. જાડેજાએ સ્પિનર ટોડ મર્ફીને ઉસ્માન ખ્વાજાના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. જાડેજા 84 બોલમાં 28 રન બનાવીને આઉટ થયો હતો. આ સમયે વિરાટ કોહલી અને વિકેટકીપર કેએસ ભરતની જોડી ક્રિઝ પર હાજર છે.
ભારતે 102મી ઓવરમાં પોતાના 300 રન પૂરા કર્યા હતા. ટીમ ઈન્ડિયા હવે કાંગારૂઓએ પ્રથમ દાવમાં બનાવેલા 480 રનના સ્કોરથી 180 રન પાછળ છે. વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાની જોડી ક્રિઝ પર હાજર છે. બંને બેટ્સમેન ધીમે-ધીમે ઇનિંગ્સને આગળ વધારી રહ્યા હતા.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. ત્રીજા દિવસના અણનમ બેટ્સમેન વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર હાજર હતા. ભારતે ત્રીજા દિવસે 3 વિકેટે 289 રન બનાવ્યા હતા.
અમદાવાદ ટેસ્ટ મેચમાં ચોથા દિવસની રમતનું પ્રથમ સત્ર મહત્વપૂર્ણ રહેશે. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પૂજારાનું કહેવું છે કે શરૂઆતમાં થોડો સમય ક્રિઝ પર પસાર કરવો પડશે. પ્રથમ સત્ર અમારા માટે મહત્વપૂર્ણ છે. પૂજારા કહે છે કે જો અમે સારી શરૂઆત કરીશું તો વિરોધીઓ પર દબાણ બનાવી શકીશું.