India vs Australia 4th Test LIVE Score Update: અમદાવાદ ટેસ્ટનો પ્રથમ દિવસ ઉસ્માન ખ્વાજાના નામે રહ્યો હતો. ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડિયાને બેકફૂટ પર લાવી દીધી છે. પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ ઓસ્ટ્રેલિયાએ ચાર વિકેટે 255 રન બનાવ્યા હતા. ખ્વાજા 104 અને કેમરન ગ્રીન 49 રન બનાવીને અણનમ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે 4 મેચની સીરીઝની આ છેલ્લી અને મહત્વપૂર્ણ મેચ છે. હાલમાં ભારતીય ટીમ શ્રેણીમાં 2-1થી આગળ છે.
An unbeaten 85-run stand between Khawaja and Green has put Australia in control.#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/9Xu5aPnDLZ
— ICC (@ICC) March 9, 2023
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમત પૂરી થયા બાદ ચાર વિકેટે 255 રન બનાવી લીધા છે. ઉસ્માન ખ્વાજાએ શાનદાર સદી ફટકારી હતી. ઉસ્માન ખ્વાજા 104 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. આ દરમિયાન ખ્વાજાએ 251 બોલનો સામનો કર્યો અને 15 ચોગ્ગા ફટકાર્યા. આ સાથે જ કેમરૂન ગ્રીને 64 બોલમાં 49 રન બનાવ્યા છે. ગ્રીને પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા ફટકાર્યા છે. બંને ખેલાડીઓ વચ્ચે અત્યાર સુધી 85 રનની ભાગીદારી થઈ છે.
That will be Tea on Day 1️⃣ of the fourth #INDvAUS Test!
A hard fought session for #TeamIndia as Australia move to 149/2.
Join us shortly for the final session of the day 💪
Scorecard ▶️ https://t.co/8DPghkx0DE@mastercardindia pic.twitter.com/k1bZBNbM8J
— BCCI (@BCCI) March 9, 2023
ઉસ્માન ખ્વાજાએ પોતાની સદી પૂરી કરી લીધી છે. ખ્વાજાએ 246 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. આ દરમિયાન તેણે 15 ચોગ્ગા ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાનો સ્કોર ચાર વિકેટે 254 રન છે. ખ્વાજાની ટેસ્ટ કારકિર્દીની 14મી અને ભારત સામે પ્રથમ સદી છે.
ગુજરાતમાં ચમત્કાર: 2 દિવસથી સાબરકાંઠામાં જમીનમાંથી નીકળી રહ્યા છે ધૂમાડા, લોકોના પગ દાઝ્યા, ફાયર વિભાગ પણ ફેલ
ઓસ્ટ્રેલિયાનો સ્કોર 77.3 ઓવર બાદ ચાર વિકેટે 198 રન હતો. ઉસ્માન ખ્વાજા 86 અને કેમરન ગ્રીન 11 રન બનાવીને રમી રહ્યા હતા. ભારતીય ટીમે દિવસની રમત પૂરી થાય તે પહેલા એક કે બે વિકેટ લેવી પડે એવી હાલત હતી કે જેથી ઓસ્ટ્રેલિયા પર ફરીથી દબાણ બનાવી શકાય.